________________
વિવિધપદેશ.
(૭૭) प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चारित्रमात्मनः किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरित २८५
ડાહ્યા માણસે હમેશાં પોતાનું વર્તન તપાસવું જોઈએ કે મારા આચાર વિચાર પશુના જેવો છે કે સજજનના જેવો છે ? ૨૮૫ प्रतापो गौरवं पूजा श्रीर्यशः सुखसम्पदः तावत्कुले प्रवर्धन्ते यावनोत्पद्यते कलिः २८६
જ્યાં સુધી કુટુંબકલેશ થતો નથી ત્યાં લગી કુળમાં પ્રતાપ, મેટાઈ, આબરૂ, ધન, કીર્તિ, સુખ, સભ્ય અને માન વૃદ્ધિ પામે છે. પણ જ્યારથી કલેશ શરૂ થયો કે તે બધી આબાદી નષ્ટ થવા માંડે છે. ૨૮૬ मुदं विषादः शरदं हिमागमस्तमो विवस्वान्सुकृतं कृतघ्नता प्रियोपपचिः शुचमापदं नयः श्रियःसमृद्धा अपि हन्ति दुनयः २८७
ખેદ હર્ષને હણે છે, શીયાળે શરદરતુને, સૂર્ય અંધકારને કૃતઘીપણું ધમને, વહાલાનો સમાગમ શેકને, ન્યાય આપદને અને અનીતિ લક્ષ્મીને હણે છે–નાશ કરે છે. ૨૮૭ उत्साहसम्पन्नमदीर्घसूत्रं क्रियाविधिज्ञं व्यसनेष्वसक्तम् शूरं कृतज्ञं दृढसौहृदं च लक्ष्मीः स्वयं याति निवासहेतोः २८८
ઉત્સાહી, ઉદ્યમી, ક્રિયામાં કુશળ, નિર્વ્યસની, શુરવીર, કતા, અને દ્રઢ સહૃદ ધર્મવાળો આવાગુણ યુક્ત માણસના ઘરે લક્ષ્મી પિતાની મેળે સ્થિર રહેવા માટે આવે છે. ૨૮૮
दानाय लक्ष्मीः सुकृताय विद्या चिन्ता परब्रह्मविनिश्चयाय ... परोपकाराय वचांसि यस्य वन्यस्त्रिलोकीतिलकः स एव २८९