________________
(૭૬)
પ્રબોધ પ્રભાકર, જેમ કઈ મુસાફર વૃક્ષની છાયામાં વિસામો લઈને પાછો પિતાને રસ્ત થાય છે તેમજ સંસારમાં પ્રાણીને સમાગમ મળે છે અને જુદો પડી જાય છે. ૨૮૧
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्थं गतं तस्यास्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः
शेष व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते . जीवे वारितरंगचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् २८२
માણસનું આયુષ્ય સે વર્ષનું કલ્પેલું છે, તેમાંથી અર્ધ ભાગ રાત્રીને ગયો અને બાકીના અર્ધ ભાગમાંથી બાળપણ અને વૃદ્ધપથાને અર્થે ભાગી જતાં બાકી રહેલાં વર્ષો રોગ, શોક, વિગ અને પરાધીનતામાં ગુમાવાય છે. આવા જળના તરંગ જેવા ચંચળ જીવનમાં પ્રાણીઓને સુખ ક્યાંથી ? ૨૮૨ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती लक्ष्मीनिवती यस्य सफलं तस्य जीवितम् २८३
જેની વાણી રસવાળી હોય, ભાર્યા પુત્રવતી અને સતી હેય, લામી દાનવાળી હોય, તે પુરુષનું જીવન સફળ છે. ૨૮૩
पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः न पापफलमिच्छति पापं कुर्वन्ति यत्नतः २८४
અફસ! મનુષ્યો પુન્યના ફળની આશા રાખે છે, પરંતુ પુન્ય નથી કરતા. તેમ પાપના ફળને નથી ઈચ્છતા છતાં પાપ પ્રયતથી કરે છે. ૨૮૪