________________
વિવિધપદેશ.
(૭૫) तस्मात्ररेण कुलशीलसमन्वितेन वेश्याः श्मशानघटिका इव वर्जनीयाः . २७८
મનુષ્ય પાસે વસ્યાઓ પૈસા માટે હાસ્ય કરે છે, ક્ષણમાં રહી પડે છે, પુરૂષને વિશ્વાસુ બનાવે છે છતાં તે વિશ્વાસ વગરની હોય છે, તેથી સારા કુળવાળા શીલવાળા પુરૂષને સ્મશાનના ઘડાની પિકે નાલાયક એવી વેશ્યાઓનો ત્યાગ કરે. ર૭૮
वरं बाल्ये मृत्युनं पुनरधनं यौवनमिदं वरं भार्या वेश्या न पुनरविनीता कुलवधूः वरं देशत्यागो न पुनरविवकिप्रभुपुरं वरं देहत्यागो न पुनरधमागारमटनम् २७९
બાલપણામાંજ મૃત્યુ સારું પણ નિર્ધનતામાં જીવન ગાળવું તે સારું નહિ, વેશ્યા સ્ત્રી સારી પણ અવનીત અને હલકા આચરણવાળી સ્ત્રી સારી નહિ. દેશનો ત્યાગ કરવો સારો પણ અવિવેકી રાજાના રાજયમાં રહેવું ઠીક નથી. શરીર છોડવું એ સારું પણ નીચ અને અધમ માણસની લાચારી કરી તેના ઘેર લટકવું સારું નહિ. ૨૭૯
क्व गताः पृथिवीपालाः ससैन्यबलवाहनाः वियोगसाक्षिणी येषां भूमिरद्यापि तिष्टति. २८०
ચતુરંગી સેનેવાળા મહા પૃથ્વીપાળ રાજાઓ ક્યાં ગયા તેને પત નથી, પણ તેઓના વિયોગની સાક્ષીરુપ પૃથ્વી હજી સ્થીર રહી છે. ૨૮
यथा हि पथिकः कश्चिच्छायामाश्रित्य तिष्टति विश्रम्य च पुनर्गच्छेचद्वभूतसमागमः २८१