________________
ભાગ્ય વિષય.
(૭૧) મહા મહેનતે પક્ષીની પેઠે આકાશમાં ઉડ પણ જે ભાવિ બનવાનું છે તે તે બનવાનુંજ. ભાગ્યનો નાશ ક્યાંથી થાય? ૨૬૫ गजभुजंगमयोरपि बन्धनं शशिदिवाकरयोग्रहपीडनम् मतिमतां च विलोक्य दरिद्रतां विधिरहो बलवानिति मे मतिः
હાથી અને સર્પોના બંધનને, ચંદ્ર અને સૂર્યની રાહુ ગ્રહથી થતી પડાને તથા બુદ્ધિવાળાની નિધન દશાને જોઈને મને એમ નિશ્ચય થાય છે કે ભાગ્યેજ બલવાનું છે. ૨૬૬ स्वयं महेशः श्वशुरो नगशः सखा धनेशस्तनयो गणेशः । तथापि भिक्षाटनमेव शंभो बलीयसी केवलमीश्वरेच्छा २६७
પિતેજ મહાદેવ, સાસરે હિમાલય, કુબેર મિત્ર અને ગણપતિ પુત્ર છે તે પણ શંકરને ભિક્ષાટન કરવું પડ્યું છે. ખરેખર ઈશ્વર ઇચ્છા બલવાન છે. ૨૬૭ देव:-अग्रे व्याधः करधृतशरः पार्थतो जालमाला
पृष्टे वहिर्दहति नितरां सन्निधौ सारमेयाः एणीगर्भादलसगमना बालकैरुद्धपादा। चिन्ताविष्टा वदति हि मृगं किं करोमि क. यामि २६८
આગળ પારાધી હાથમાં ધનુષ લઈ ઉભો છે બેઉ પડખાં તરફ જાળ બાંધી છે, પાછળના ભાગમાં દાવાનળ સળગ્યો છે, કુતરા નજીક આવ્યા છે. આવી આપત્તિથી ચાલવામાં અશક્ત એવી સગર્ભા હરિણીનાં પગમાં બચ્ચાંઓ બીકથી ભરાયા છે એટલે ચીંતાકુળ થતી મૃગને કહે છે કે હે નાથ! હું શું કરું હવે કયાં ભાગી જવું? ત્યાં અચાનક શું થયું તે કહે છે. ૨૬૮