________________
શુકબોધ.
“ વ ” “રંભા નામની અસરા શુકદેવનું તપ ભ્રષ્ટ કરવા આવી તે વખત રજાને શુકદેવજ્ઞાન સંભળાવે છે.” રંભાના વિષ વાકયો લખ્યાં નથી. मार्गे मागे जायते साधु संगः संगे संगे श्रूयते कृष्ण कीर्तिः कीतों कीतौ नस्तदाकारचिचौ वृत्तौ सच्चिदानन्दभासः २५२
દરેક માર્ગમાં સાધુપુરુષને સત્સંગ થાય છે, સત્સંગમાં કૃષ્ણને યશ સંભળાય છે, યશમાં અમારી તદાકારવૃત્તિ થાય છે, અને તદાકારવૃત્તિ થયેથી “સચ્ચિદાનન્દ ” ના આભાસ થાય છે. ઉપર
तीर्थे तीर्थे निर्मलंब्रह्मवन्दं वन्दे वृन्दे तत्वचिन्तानुवादः वादे वादे जायते तत्वबोधो बोधे बोधे भासते चन्द्रचूडः २५३
દરેક તીર્થોમાં શુદ્ધ રૂષિના વૃંદ છે, દરેક છંદમાં તત્વ ચિન્તન ચર્ચાય છે, અને ચર્ચાઓમાં તત્વજ્ઞાન થાય છે, તત્વજ્ઞાન થયા બાદ પરમાત્મ સ્વરૂપ ભાસે છે. ૨૫૩
“રંભા કહેવા લાગી કે હે શુકદેવજી ! જેણે અનંગવૈભવ સેવ્યો નથી તેનું જીવન વૃથા છે. તેના ઉત્તરમાં શુકદેવજી કહે છે કે પ્રભુભજન વિના જીવન વૃથા છે. ” કેવા પ્રભુ તે કહે છે– अचिन्त्यरूपो भगवात्रिरञ्जनो विश्वंभरो ज्ञानमयश्चिदात्मा विशोधितो येन हृदि क्षणं नो वृथा गतं तस्य नरस्य जीवनम् २५४
જેનું સ્વરૂપ અચિત્ય છે, નિરંજન છે, વિશ્વનું પિષણ કરનાર, જ્ઞાનમય, આત્મસ્વરૂપ, એવા પ્રભુ ક્ષણ પણ હૃદયમાં જેણે સ્થિર કર્યા નથી તે પુરુષનું જીવન વૃથા છે. ૨૫૪