________________
દારિદ્યવિષય.
(૬૩)
હે સ્ત્રી ! એક ગોદડીને કટકે આપ અથવા પુત્રને તારા ખોળામાં લે, ત્યારે સ્ત્રી કહે છે કે હે નાથ ! આંહીતે સાવ ઉઘાડી પૃથ્વી છે તમારી ૫છવાડે પરાળને ઢગલો છે, તેની પાથરી કરી પુત્રને સુવાડે. આવી રીતે રાત્રે સ્ત્રી પુરૂષ પરસ્પર વાર્તા કરે છે, તે વખતે ઘરમાં આવેલા કેઈ ગેરે તેઓની વાત સાંભળી ત્યારે દયાથી ઉલટું બીજે સ્થળેથી ચોરેલું વસ્ત્ર તે નિર્ધન ઉપર ફેંકી દીલગીર થતા ચોર ઘર બહાર નીકળી ગયો. ૨૪૦ वृद्धो नः पतिरेष मञ्चकगतः स्थूणावशेष गृहम् कालोऽभ्यर्णजलागमः कुशलिनी वत्सस्य वार्ताऽपि नो. यत्नात्संचिततैलबिन्दुघटिकाभग्नेति पर्याकुला दृष्टवा गर्भभराऽऽकुलां निजवळू श्वश्रूश्चिरं रोदिति २४१ ।
પતિ વૃદ્ધ છે ને વળી ખાટલાવશ છે, ઘરમાં સંપત્તિરૂપ એક ખેડેલો થાંભલોજ છે, વરસાદનો સમય નજીક આવ્યો છે, પરદેશ ગયેલ પુત્રના કશા સમાચાર નથી, મહામહેનતે ટીપે ટીપું ભેગું કરી એક તેલની કુલડી ભરી હતી તે ફુટી ગઈ, તેથી વ્યાકુળ બનેલી સાસુ સગર્ભા પુત્ર વધુને જોઈ રૂદન કરવા લાગી કે સુવાવડીને ખાવાની કે પીવાની સવડ તે નથી પણ કદાચ રાત્રીએ બાળકને જન્મ થશે તો દીવો કયાંથી કરવો ? ૨૪૧
एको हिं दोषो गुणसनिपाते निमज्जतीन्दोरिति यो बभाषे न तेन दृष्टं कविना समस्तं दारिद्यमेकं गुणकोटिहार २४२
ઘણા ગુણોમાં ચંદ્રને એક ડાઘારૂપ દોષ તે ઢંકાઈ જાય છે એમ જે કવિઓ લે છે તેણે પુરેપુરું વિચારપૂર્વક જેવું નથી જાણતું. જુઓ કે એક દારિદ્યરૂપી દેષ કોડે ગુણોને કેવા ઢાંકી દે છે ? ૨૪૨