________________
..
.
.
.
ગૃહસ્થ ધર્મ. कुपुत्रः-कोटरान्तः स्थितो वन्हिस्तमैक दहेत्खलु ।
कुपुत्रस्तु कुले जातः स्वकुलं नाशयत्यहो २३५ વૃક્ષની પિલમાં રહેલા અગ્નિ ફક્ત એક વૃક્ષને બાળે છે, (૫ણ) કુળમાં જન્મેલ કુપુત્ર આખા કુળનો નાશ કરે છે. ૨૩૫ सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता मृदुभाषिणी सन्मित्रं सधनं स्वयोषिति रति श्वाऽऽज्ञापराः सेवकाः आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे सांघोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः २३६
આનંદવાળું ગૃહ, સારી બુદ્ધિવાળા પુત્રો, મધુર બોલનારી સ્ત્રી, ધનવાળે સન્મિત્ર, પોતાની સ્ત્રીમાં સંતોષ, નોકરી આજ્ઞામાં રહેનારા, મીજમાનેને સત્કાર, પ્રભુભજન, હમેશાં પવિત્ર ખોરાક અને સાધુપુરૂષનો સમાગમ, આટલી બાબત એગ્ય હેય તે તેજ ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. ૨૩૬ क्रोशन्तः शिशवः सवारिसदनं पङ्कावृतं चाङ्गणं शय्या दंशवती च रूक्षमशनं धूमेनं पूर्ण गृहम् भार्यानिष्ठुरभाषिणी प्रभुरपि क्रोधेन पूर्णः सदा स्नानं शीतलवारिणा हि सततं घिधिग्गृहस्थाश्रमम् २३७
છોકરાંઓ રડેરાડો પાડતાં હેય,ભેજવાળું મકાન, કાદવવાળું આંગણું, માકડવાળી શખ્યા, રાક લુખો, ધુમાડાથી વ્યાપ્ત ગૃહ, કઠેર બેલનારી બી, ઘરધણી પણ કામ ક્રોધાબે રહેતા હોય અને હમેશાં ઠંડા જલેથી જાવાનું હોય તો તેવા ગૃહસ્થાશ્રમને ધિક્કાર (૨) છે. ૨૩૭
॥ इति गृहस्थाश्रम धर्मः॥