________________
(૧૬)
પ્રબોધ પ્રભાકર
વનમાં જતાં લક્ષ્મણને માતાની ભલામણ– रामं दशरथं विद्धि मां विद्धि जनकात्मजाम् अयोध्यामटवीं विद्धि गच्छ तात यथासुखम् २१५
હે તાત? તું સમને દશરથ (તુલ્ય) માનજે, સીતાને મારા સમાન માનજે, જંગલને અયોધ્યા જાણજે, સુખેથી રામ સાથે વનમાં જો. અને તેમની સેવા કરી કૃતાર્થ થા. ૨૧૫
પતિ પત્નિના પરસ્પર કર્તવ્ય – अर्ध भार्या मनुष्यस्य भार्या श्रेष्टतमः सखा भार्या मूलं त्रिवर्गस्य भार्यामूलं तरिष्यतः २१६
ભા પુરૂષનું અરધું અંગ છે, ભાર્યા (ત્રી) ઉત્તમ મિત્ર છે, ભાર્યા એ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પદાર્થોનું મૂળ છે, અને ભાર્યા સંસાર તરવાનું સાધન છે. માટે પુરુષ સ્ત્રીનું સન્માન જાળવવું ૨૧૬
देववत्सततं साध्वी भर्तारमनुपश्यति शुश्रूषां परिचर्या च देवतावत् प्रकुर्वती २१७ वश्याभावेन सुमनाः सुव्रता सुखदर्शना अनन्यचिचा सुमुखी सा नारी धर्मचारिणी २१८ ।
જે સ્ત્રી પોતાના પતિને નિરંતર દેવ સમાન જાણે છે, અને દેવતાની પેઠે તેની સેવા ભક્તિવડે પતિને આધીન રહેનારી, સારા મનેભાવવાળી, સારાં વ્રત કરનારી, કુટુંબને સુખ આપનારી, એક પતિમાંજ ચિત્ત રાખનારી, તથા પ્રસન્ન વદનવાળી જે હોય તે ધર્મચારિણી અને પ્રશંસનીય સ્ત્રી છે. ૨૧–૨૧૮