________________
(૫૪)
પ્રબંધ પ્રભાકર,
श्रावयेन्मृदुला वाणी सर्वदा प्रियमाचरेत् पित्रोराज्ञानुसारी स्यात् स पुत्रः कुलपावनः २०७
જે પુત્ર હમેશાં માતા પિતાને મળવાણીથી શ્રવણ કરાવે, તેઓને પ્રિય લાગે તેમ વર્તે અને મા બાપની આજ્ઞામાં રહી સેવા કરે તે પુત્ર કુળને પવિત્ર કરનાર ગણાય. ૨૦૭ गुरुणां चैव सर्वेषां माता परमेको गुरुः माता गुरूतरा भूमेः जनकश्वोचतरस्तथा २०८
સર્વ પ્રકારના ગુરૂઓમાં માતા શ્રેષ્ઠ ગુર છે, માતા પૃથ્વી કરતાં પણ વધારે ગોરવવાળી છે અને પિતા પણ વધારે શ્રેષ્ઠ છે. ૨૦૮
માતપિતા પ્રત્યે પુત્રનું કર્તવ્ય – यं मातापितरौ क्लेशं सहेते संभवे नृणाम् न तस्य निष्कृतिः शक्या कर्तुं वर्षशतैरपि २०९
બાળકને ઉછેરી મેટે કરવામાં માતા પિતા જે કષ્ટોને સહન કરે છે તેને બદલે પુત્રથી સે વર્ષે પણ વાળી શકાય તેમ નથી. ૨૦૯
आशंसते हि पुत्रेषु पिता माता च भारत यशः कीर्तिमथैश्वर्य प्रजाधर्म तथैव च तयोराशान्तु सफलां यः करोति स धर्मवित् २१०
છે યુધિષ્ઠિર ! પિતા અને માતા પુત્રને વિષે યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રજા અને ધર્મની આશા કરે છે, માટે જે માણસ, પિતા માતાની તે આશા સફળ કરે છે તેજ ગૃહસ્થ ધર્મને જાણનાર છે. ૨૧૦ *