________________
(૫૨)
પ્રબોધ પ્રભાકર मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये द्रढाम् मत्कृते त्यक्तकर्माणस्त्यक्तस्वजनबान्धवाः १९९ मदाश्रयाः कथा मृष्टाः शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधास्तापानेतान् मद्गतचेतसः २००
સહનશીલતા વાળા, દયાળુ, દરેક જીવોમાં ભ્રાતૃ ભાવ રાખનારા, જેને કોઈ શત્રુ નથી એવા, શાંત, સાધુતાના શણગારરૂપી, આવા સાધુઓ હોય છે. મારા વિષે અનન્ય ભાવે જે દ્રઢ ભક્તિ કરે છે, મારે માટે પ્રભુ અર્થે) જેણે કર્મો છોડયાં છે તથા સ્વજન બાંધો. પરની આસક્તિ તજી છે, મારે આશ્રયે રહેલા મારીજ કથાઓ સાંભળે છે ને બીજાને કહે છે તથા વિવિધ પ્રકારના તપ કરે છે, એવા સાધુ પુરૂષને (હે માતા) તમે ઓળખે. ૧૯૮–૧૯૨૦૦ *अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् २०१
હું (પ્રભુ) સર્વ પ્રાણીમાં જીવ રૂપે રહ્યો છું તેને બેદરકાર કરીને માણસે મૂર્તિપુજા રૂપી વિડંબના કરે છે. ર૦૧
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् हित्वाचा भजते मौढ्याद् भस्मन्येव जुहोति सः २०२
જે માણસ દરેક પ્રાણીઓમાં રહેલા આત્મારૂપી પ્રભુને મુકીને અજ્ઞાનથી મૂર્તિપુજા કરે છે, તે ભસ્મમાં ઘી હોમે છે. ૨૦૨
* આ ગ્લેમાં હું અને મમ એ પ્રભુ વાચક જાણવા.