________________
સદુપદેશ.
नेह यत्कर्म धर्माय न विरागाय कल्पते न तीर्थपदसेवायै जीवनपि मृतो हि सः १८५
આ જગતમાં જેનું કર્મ ધર્મ માટે ન હોય, વૈરાગ્ય માટે ન હોય, કે સપુરની સેવા માટે ન હોય તે મનુષ્ય જીવતા છતાં મરેલા જેવો છે. ૧૮૫
चेतः खल्वस्य बन्धाय मुक्तये चात्मनो मतम् गुणेषु सक्तं बंधाय रतं वा पुंसि मुक्तये १८६
ખરેખર મન એજ આ આત્માને બંધન અને મુક્તિનું કારણ છે. વિષયમાં આસક્તિવાળું હોય તો બંધન માટે છે અને પ્રભુમાં લીન થાય તો મેક્ષ માટે છે. (ભાગવત) ૧૮૬ ऐकान्तिनो हि पुरुषा दुर्लभा बहवो नृप यद्यैकान्तिभिराकीर्ण जगत्स्यात्कुरुनन्दन १८७ अहिंसकैरात्मविद्भिः सर्वभूतहिते रतैः भवेत्कृतयुगप्राप्ति राशिःकर्मविवर्जिता १८८
હે યુધિષ્ઠર ! જગતમાં નિષ્પક્ષપાત મનુએ બહુ થોડા છે, જે નિપક્ષપાતી અને નિષ્કપટી દયાળુ, આત્મજ્ઞાની અને સર્વ પ્રાણીના ભલા કરવામાં પ્રેમી, એવા મનુષ્યોથી જગત પૂર્ણ હોય તો સત્કર્મ તથા અન્યના આશીર્વાદ વિના સત્યયુગ વર્તાય. (ભાગવત) ૧૮૭–૧૮૮ न जातु कामः कामानामुपभोगेन शाम्यति हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते
કામ વિષય ભોગવવાથી કામનષ્ટ થતું નથી, પણ ધૃતથી જેમ અગ્નિ વધારે સળગે છે, તેમ કામના સેવનથી કામ અધિક વૃદ્ધિ પામે છે. (ભાગવત ). ૧૮૯