________________
(૪૮) પ્રબોધ પ્રભાકર, कस्यादेशात्क्षपयति तमः सप्तसप्तिः प्रजानाम् छायाहेतोः पथिविटपिनामञ्जलिः केन बद्धः अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा दृष्टिहेतोः जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः १८२
કેના હુકમથી સૂર્ય માણસના અંધારાને દૂર કરે છે ? રસ્તામાં છાયો કરવા માટે વૃક્ષને કેણે વિનતિ કરી છે? વરસવા માટે વરસાદને કેણ પ્રાર્થના કરે છે? એ તે પુરૂષોને એ સ્વભાવ છે કે જેથી તેઓ પરહિતમાં હમેશાં તૈયાર રહે છે. ૧૮૨ तावद्भयं द्रविणगेहसुहनिमिचं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्यसदवग्रह आर्तिमूलं यावन तेऽघ्रिमभयं प्रणीत लोकः १८३
હે પ્રભુ! જ્યાં લગી સંસારના દુઃખને કાપનારું તમારું ચરણ માણસ મહણ કરતું નથી ત્યાં લગી, ધન, ગ્રહ અને મિત્ર નિમિત્ત ભય છે. ત્યાં સુધીજ તૃષ્ણ, શક, હાનિ અને વિપુલભ છે, તથા હું અને મારું આવે છેટે આગ્રહ પણ ત્યાં સુધી જ થાય છે. (ભાગવત) ૧૮૩
ભાગવતમાં કપિલદેવ, માતા પ્રત્યે– संगो यः संसते हेतु रसत्सु विहितो धिया स एव साधुषु कृतो निःसंगत्वाय कल्पते १८४
અજ્ઞાની મનુષ્યમાં કરેલ સંગ સંસાર વધવાનું કારણ છે અને સત્પષમાં કરેલા સમાગમ સંસારમાંથી છુટવા માટે થાય છે. ૧૮૪