________________
સદુપદેશ.
(૪૭) ज्ञानस्य ... सः क्रियायाः प्रयोजनं खल्विदमेकमेव चतःसमाधौ सति कर्मलोप विशोधनादात्मगुणप्रकाशः १७८
જ્ઞાનનું, ભક્તિનું, તપનું અને ક્રિયાનું એટલુંજ પ્રોજન છે કે તેઓથી ચિત્તની સમાધિ થાય અને સમાધિથી કર્મક્ષય અને તેથી ચિત્ત શુદ્ધિ થઈ છેવટે આત્મ પ્રકાશ થાય. ( અધ્યાત્મ તત્વ.) ૧૭૮ नन्दन्ति मंदाः श्रियमाप्य नित्यं परं विषीदन्ति विपद्गृहीताः विवेकदृष्टया चरतां जनानां श्रियो न किश्चिद् विपदोन किश्चित्
મંદબુદ્ધિવાળા પુરૂષો લક્ષ્મીને પામોને આનંદમાં ઉછળે છે, અને વિપત્તિમાં ખેદ કરી રડે છે, પણ વિવેક દ્રષ્ટિથી વિચરનારને તો લક્ષ્મી મળે તે પણ શું? અને વિપત આવે તો પણ શું ? બધું સમાન છે. ૧૭૯
नवे वयसि यः शान्तः स शान्त इति मे मतिः धातुषु क्षीयमाणेषु कस्य शान्ति ने जायते १८०
પહેલી અવસ્થામાં જે શાંત રહી શકે તે શાંત કહેવાય એમ મારું માનવું છે કેમકે શરીરમાં રહેલી સાત ધાતુ ક્ષય પામે ને વૃદ્ધ થાય ત્યારે તે કેણુ શાન્ત થતું નથી ? ૧૮૦
आपदांकथितः पन्था इन्द्रियाणामसंयमः तज्जयः सम्पदा मार्गो येनेष्टं तेन गम्यताम् १८१
ઈનિ (અસંયમ) નિગ્રહ ન કરે એજ આપદાઓને માર્ગ છે, અને ઇદિને જય કરે તે સંપ-સુખને માર્ગ છે, માટે તે બેમાંથી જે ઈષ્ટ હોય તે માર્ગે જવું ૧૮૧