________________
સન્તોષપ્રશંસા.
(૪૭), પૈસા મેળવવા ખાતર માણસ દીનતા કરે છે, પૈસા મળે ત્યારે ગર્વમાં મસ્ત થાય છે અને ધન નષ્ટ થતાં શોક કરે છે. એ ત્રણે અવસ્થા દુઃખરૂપ છે, માત્ર નિસ્પૃહી માણસજ શ્રેષ્ઠ સુખ ભોગવે છે. ૧૬૨ इभतुरगरथैः प्रयान्ति मूढा धनरहिता विबुधाः प्रयांति पद्भ्याम् गिरिशिखरगताऽपि काकपाङि नहितुलनामुपयाति राजहंसैः १६३
મૂખ હાથી, રથ કે ઘડાઓ પર બેસીને વિહાર કરે, (ફરે) અને નિધન એવા ડાહ્યા માણસે પગ વડે ચાલે તેથી મૂર્ખાઓ ડાહ્યાથી મહાન થઈ શક્તા નથી. પર્વતના શિખર પર બેઠેલું કાગડાનું ટોળું તે કઈ નીચે બેઠેલા હંસની તુલ્યનામાં આવતું નથી. ૧૬૩
पूर्णोऽहमथैरिति मा प्रसीद रिक्तोऽहमथैरिति मा विषीद रिक्तं च पूर्ण भरितं च रिक्तं करिष्यतो नास्ति विधे विलम्बः १६४
હું દ્રવ્યથી પૂર્ણ છું એમ માની હર્ષથી જુલાઈન જા. તેમ હું નિધન છું એમ માની ખેદ પણ ન કર, કેમકે પુણને ખાલી અને ખાલીને પૂર્ણ કરનાર નસીબને કશી વાર નથી. ૧૬૪ विपचौ कि विषादेन सम्पचौ हर्षेण किम् भवितव्यं भवत्येव कर्मणो गहना गतिः १६५
વિપત્તિમાં ખેદ વડે શું, અને સંપત્તિમાં આનંદ વડે શું, જે થવાનું હોય તે તે થાય છેજ માટે કર્મની ગહન ગતિ સમજી સંતોષ રાખવો.૧પ लोकः पृच्छति मे वार्ता शरीरे कुशलं तव कुतः कुशलमस्माकं गलत्यायु दिने दिने १६६