________________
(४२)
પ્રબોધ પ્રભાકર
"सन्तोषप्रशंसा" वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः सममिहपरितोषो निर्विशेषो विशेषः । स हि भवति दरिद्रो यस्य तृष्णाविशाला मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः १५९
એક ત્યાગી રાજાને કહે છે–અમે આંહી (વનમાં) વલ્કલેથી સંતોષ માનીયે છીએ અને તું કીમતી વસ્ત્રોથી સંતુષ્ટ છે. ઉભયમાં વિશેષતા રહિત સમાન સંતોષ છે. જેની તૃષ્ણાવિશાલ હેય તેજ દરિદ્ર છે. મન જ્યારે સન્તુષ્ટ થાય છે ત્યારે કેણ ધનવાન ને કોણ દરિદ્રી ? ૧૫૯
सन्तोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् कुतस्तद्वनलुब्धाना मितश्चेतश्च धावताम् १६०
સતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચીત્તાવાળાઓને જે સુખ હોય છે તે સુખ ધનમાં લુબ્ધ થયેલા તથા ધન માટે આમ તેમ દેડા કરનારાને કયાંથી મળે ? ૧૬૦
सोः सम्पत्तयस्तस्य सन्तुष्टं यस्य मानसम् उपानद्गूढपादस्य ननु चाटतेव भूः १६१
જેનું મન સતિષ પામેલું છે તેને બધીએ સંપત્તિ છે, જેના પગ મોજડીથી રક્ષિત હોય છે, તેને પૃથ્વી સર્વે ચામડાથી મઢેલી છે. ૧૬૧
अर्थीकरोति दैन्यं लब्धार्थो गर्वपरितोषम् नष्टधनश्च सशोकः सुखमास्ते नि:स्पृहः पुरुषः १६२