________________
દુજનનિંદા.
(૨૭) તળાવ ભર્યું હોય તો પણ તે તજી દઈ જેમ કાગડો ઘાના પાણીને પીએ છે, તેમ પોતાની સ્ત્રી અનુકુળ હોવા છતાં નીચ જને પરસ્ત્રીમાં લંપટ બને છે. ૧૦૭ अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा खजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् १०८
નિર્દયપણું, નિમિત્ત વિના કો, પારકાના ધનમાં અને પર બીમાં ઈચ્છા, મિત્ર તથા કુટુંબીમાં ઈષ્યપણું, એ દુર્જનનું સ્વભાવિક વર્ણન છે. ૧૦૮ मृगमीनसज्जनानां तृणजलसन्तोषविहितचीनाम् लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जगति १०९ .
જગતમાં ઘાસ, જલ અને સતિષથી નિર્વાહ કરનારા મૃગ, માછલાં અને સર્જન, તેઓના પારાધી, મચ્છીમાર અને ચાડીયાઓ, વગર કારણે શત્રુ બને છે. ૧૦૯ मुखं पद्मदलाकारं वाचाचन्दनशीतला हृदयं क्रोधसंयुक्तं त्रिविधं धूर्तलक्षणम्
જેનું મુખ પદ્મના પત્ર જેવું દેખાય, વાણું ચંદનના જેવી શીતળ બેલે, છતાં હૃદય નિબુર ક્રોધથી ભરેલ હોય એ ત્રણ પ્રકારના લક્ષણ ધૂતારાના જાણવા. ૧૧૦ न विना परवादेन रमते दुर्जनो जनः काकः सर्वरसान् भुक्त्वा विनामध्यं न तृप्यति १११
દુર્જન માણસ પરનિંદા કર્યા વિના આનંદ પામતા નથી, જેમ કાગડો સારા પદાર્થો ખાઈને પણ વિષ્ટા વિના સતોષ પામતા નથી. ૧૧૧