________________
-
પ્રબંધ પ્રભાકર
" दुर्जननिंदा." . . तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः वृश्चिकस्य विषं पुच्छे सर्वांगे दुर्जनो विषम् १०३
સપના દાંતમાં ઝેર છે, માખીનું મસ્તક ઝેરમય છે, વીંછીને આંકડામાં ઝેર છે અને દુર્જનને તે આખા શરીરમાં ઝેર છે. ૧૦૩ दह्यमानाः सुतीवेण नीचाः परयशोग्निना अशक्तास्तत्पदं गन्तुं ततो निन्दां प्रकुर्वते १०४ .
બીજાની કીર્તિરૂપી અગ્નિથી બળી જતા નીચ માણસે તેના જેવી પદવને પામવા તે અશક્ત હોય છે, પણ નિન્દા કરી સન્તોષ પામે છે. ૧૦૪ वयसः परिणामेऽपि यः खलः खल एव सः संपक्वमाप माधुर्य नोपयातीन्द्रवारुणम् १०५
જેમ ઈન્દ્રવર્ણાનું ફળ પાકે તો પણ મીઠું થતું નથી, તેમ જે, ખળ પુરૂષ હેય તે પાકી ઉમર થવા છતાં ખળજ રહે છે. ૧૦૫ कर्पूरधूलेरचितालवाल: कस्तूरिकाकुङ्कमलिप्तदेहः सुवर्णकुंभैः परिषिच्यमानो निजं गुणं मुश्चति किं पलाण्डुः १८६
કપૂરના ભુકાથી કયારે બનાવ્યો સ્તુરી અને કંકુ ચોપડી વાવ્યો હોય, પછી સુવર્ણના કુંભથી પાણી પાયું હોય તેય પણ શું ડુંગળી પિતાના જાતિ સ્વભાવને છોડે છે? ૧૦૬ परिपूर्णेऽपि तटाके काकः कुंभोदकं पिबति अनुकूलेऽपि कलत्रे नीचः परदारलम्पटो भवति १०७...