________________
(૧૦) પ્રબોધ પ્રભાકર, દમ ઉભરાઈ જઈ અગ્નિમાં પડવા તૈયાર થયું એટલે પાછું પાણી રેડ્યું ત્યારે દુધ શાન્ત થયું. આવી સજજન પુરની મિત્રતા હોય છે. ૩૫
विवादो धनसम्बन्धो याचनं स्त्रीषु संगतिः
आदानमग्रस्थायित्वं मैत्रीमङ्गस्य हेतवः . ३६ વાદવિવાદ ધનની લેવડ દેવડ, મિત્ર પાસે સારી ચીજ હોય તે માગવી, મિત્રની સ્ત્રીને સંગ, લેવાની સ્પૃહા અને દરેક કામમાં આગળ પડતું થવું એ મિત્રતા તુટવાના હેતુઓ છે. ૩૬
जानन्ति नैव बहवोऽपि परमयासं । ज्ञात्वापि हन्त कुटिला विमतिं भजन्ते ते केचिदेव शशिकान्तमणिस्वभावा
येषां मनः परगुणेन द्रवीभवन्ति ३७ ઘણા કે બીજાના પ્રયત્રને જાણતાજ નથી, અને કેટલાક અધમ જો તે પરના પ્રયાસને જાણવા છતાં પણ તેનાથી વિમુખ રહે છે પણ પારકા ગુણેને જે પિતાનું મન ઓગળે એવા ચંદ્રકાંત મણિ જેવા તે વિરલા જ હોય છે. ૩૭
मनो मधुकरो मेघो मानिनी मदनो मरुत्
मा मदो मर्कटो मत्स्यी मकारा दंश चंचलाः ३८ મન, મધુકર, મેધ, માનિની, મદન, (કામ) મરત, (પવન) મા (લક્ષી) મદ, મકટ અને માલું આ દશ મકાર ચંચળ હોય છે. ૩૮
जीवन्तु मे शत्रुगणाचसर्वे येषां प्रतापेन विचक्षणोऽहम् । यदा यदाऽहं विकृतिं भजामि तदा तदा मा प्रतिबोधयन्ति ३९