________________
પ્રબોધ પ્રભાકર धूर्त:-असती भवतिसलज्जा क्षारं नीरं च निर्मलं भवति .
दंभी भवति विवेकी प्रियवक्ता भवति धूर्तजनः २० વેસ્યા ઉપરથી શરમવાળી હોય છે, ખારું પાણી નિર્મળું હોય છે દંભી માણસ બહુવિવેકી હોય છે, અને ધુતાર મીઠું મીઠું બેલનાર હોય છે. ૨૦ दुर्जनः-दुर्जनः प्रियवादी च नैतद्विश्वासकारणम्
मधुतिष्टति जिह्वाग्रे हदि हालाहलं विषम् २१ મિ બેલનાર દુર્જન માણસને વિશ્વાસ કરવો યોગ્ય નથી, કેમકે જેની જીભની ટોચ ઉપર મધ હોય છે અને હૃદયમાં તે હલાહલ ઝેર હોય છે. ૨૧ दुर्जनः-पाषाणो भिद्यते टक्कै वज्र वज्रेण भिद्यते
सर्पोऽपिभिद्यते मंत्र दुष्टात्मा नैव भिद्यते . २२ પથ્થર ટાંકણુથી ભેદાય છે, વજ વજથી ભેદાય છે, સર્પ પણ મંત્રથી ભેદ પામે છે પણ દુષ્ટ મનુષ્ય તે કેઈથી ભૂદાતો નથી. ૨૨ प्रतिज्ञा-राज्यं यातु श्रियो यान्तु यान्तु प्राणा विनश्वराः
परं या स्वयमेवोक्ता वाचा मा यातु शाश्वती २३ યુધિષ્ઠિર કહે છે–ભલે રાજ્ય જાઓ, લક્ષ્મી જાઓ, ફણસી પ્રાણ પણ જાઓ, પરંતુ મારાથી બેલાયેલું વચન વૃથા કદિયે ન થાઓ.૨૩ - सपदि विलयमेतु राज्यलक्ष्मी रुपरिपतन्त्वथवा कृपाणधाराः अपहरतुतरां शिरः कृतान्तो मम तु मतिर्न मनागपैतु धर्मात् २४
રાજ્યની લક્ષ્મી નાશ પામો,મસ્તકના ઉપર તલવારની ધારા પડકાળ ભલે માથું કાપીને લઈ જાઓ. પરંતુ મારી બુદ્ધિધર્મથી ચલિત ન થાઓ.૨૪