________________
સુભાષિત સંચય. મયુર પર્વત ઉપર રહે છે ને મેઘ આકાશમાં રહે છે, પદમ કમળ જળમાં છે ને સૂર્ય તે લાખો ગાઉ દૂર છે, તથા પિયણથી લાખગાઉ ચંદ્ર દુર છે પણ જે વ્યક્તિ જેના હૃદયમાં છે તે વ્યક્તિ તેનાથી દૂર નથી.૧૫ पंडितः- प्रस्तावसदृशं वाक्यं सद्भावसदृशीं श्रियम्
आत्मशक्तिसमं कोपं यो जानाति स पण्डितः १६ પ્રસંગને વેગ્યે અનુસરતાં વાક્યને, સદ્ભાવના રહી શકે તેના પ્રમાણમાં લક્ષ્મીને, અને પિતાની શક્તિના પ્રમાણમાં ક્રોધને જે સમજી શકે અને તે પ્રમાણે વ્યવહાર કરે તે બુદ્ધિવાન્ ગણાય છે. ૧૬ संगीतं- बालारोदनं मुञ्चति क्रोधं मुश्चन्ति पन्नगाः
हरिणाः प्राणान्मुश्चन्ति नास्ति नादसमो रसः १७ ગાયનથી બાળકે રાતાં હોય તે છાના રહી જાય છે, સર્પો ક્રોધને તજી છે, મૃગલાંઓ આધીન થઈ પ્રાણ તજી દે છે. જગતમાં ગાયન સમાન કઈ રસ નથી. ૧૭
सर्पाणां च खलानां च चौराणां तु विशेषतः
अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत् १८ આ જગતમાં સર્પોના, ચોરાના તથા મૂર્ખાઓના મનોરથ સિદ્ધ થતા નથી તેથી જ આ જગત નભે છે નહિતર ઉજડ થઈ જાત. ૧૮ कृतन-मेरुपर्वतो नमे भारो न भाराः सप्त सागराः
कृतघ्नश्च महाभारो मारो विश्वासघातकः १९ પૃથ્વી પ્રભુને કહે છેમેરૂ પર્વત મને ભારરૂપ નથી, સાત સમુદ્ર ભારરૂપ નથી, ફક્ત એક કૃતઘી અને બીજે વિશ્વાસઘાતી આ બે બહુજ ભારકારક છે. ૧૯