________________
(૧૧૦)
પ્રબોધ પ્રભાકર. मानापमानयोस्तुल्य स्तुल्यो मित्रा रिपक्षयोः सर्वारंभपरित्यागी गुणातीतः स उच्यते ५८८
જેને પોતાનાં, માન, અપમાન બન્ને સરખાં છે, મિત્રપક્ષ અને શત્રુ પક્ષમાં સરખે ભાવ છે, પ્રત્યક્ષ ફલદાયી અને પરાક્ષ ફળદાયી આરંભ ત્યાગ કરનાર જે હોય તે મહાપુરૂષ ગુણાતીત કહેવાય છે. ૪૩ શ્રી કૃષ્ણ અર્જુનને દેવી સંપત્તિના ૨૬ લક્ષણે ગણાવે છે.
અ. ૧૬ મો ક ૧ થી પ તથા ૧૭ થી ૨૩. अभयं सत्वसंशुद्वि ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ५८९
અભયપણે નિર્ભયતા),મનને ઉલ્લાસ, આત્મજ્ઞાનના ઉપાયમાં શ્રદ્ધા, દાન,દમ (બાહ્યન્દિન નિગ્રહ), યજ્ઞ, શાસ્ત્રોનું અધ્યયન, તપ અને સરલતા.
अहिंसा सत्यमक्रोध स्त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुस्वं मार्दवं हीरचापलम् ५९०
મન, વચન અને કાયાથી અહિસા વૃત્તિ, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ન કરવી તે, પ્રાણી ઉપર દયા, નિર્લોભીપણું, કેમલતા, અકાર્ય કરવામાં અતિ લજજા, અચપળતા. ૪૫ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता भवान्ति संपदं दैवीमभिजातस्य भारत ५९१
પ્રતાપ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, અદ્રોહ અને નિરાભિમાનપણું. હે ભરતવંશી અજુન ! આ છવાશ સંપત્તિ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે. ૪૬