________________
શ્રી ભગવતીતા.
(૧૪૩) સારા દેખાતા એવા પરધર્મ પર કર્તવ્ય) થી ઓછા ગુણવાળે પિતાનો ધર્મ આચરવો શ્રેષ્ઠ છે. સ્વધર્મ (પિતાના કર્તવ્ય)ને પાલતાં પાલતાં મૃત્યુ થાય તે પણ શ્રેય છે. પણ પરધર્મ તે નિષિદ્ધ હોવાથી ભયંકર છે.૧૩
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वाष्र्णेय बलादिव नियोजितः ५५९
અર્જુન કહે છે –હે શ્રી કૃષ્ણ! માણસને અંતરમાં ઈચ્છા ન હોવા છતાં પણ કેઈએ બલાત્કારથી જાણે પ્રેર્યો હોય તેમ પાપ કર્મ કરે છે, તે કાની પ્રેરણાથી કરે છે ? ૧૪
જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે – काम एष कोष एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विष्ट्येनमिह वैरिणम् ५६० .
રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ કે જેનાથી ક્રોધાદિ પ્રગટે છે એ કઈ રીતે પુરાતા નથી અને ઘણું ભયંકર છે માટે મેક્ષ માર્ગમાં કામને મેટો શત્રુ તું જાણ. ૧૫ धूमेनात्रियते वन्हि यथादर्शो मलेन च । यथोल्वेनावृतो गर्भ स्तथा तेनेदमातृतम् ५६१
જેમ ધૂમાડાથી અગ્નિ ઢંકાય છે, મેલથી જેમ અરીસો ઢંકાય છે, તથા જેમ એળવડે ગર્ભ ટૂંકાય છે તેમ કામ વડે આત્મ ચૈતન્ય ઢંકાયેલ રહે છે. ૧૬
અ. ૪. શ્લોક ૧૯, ૨૦, ૨૧, ૩૩, ૩૭, ૩૮, ૩૦, ૪૦. यस्यसर्वेसमारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः . ५६२ .