________________
(૧૩૬) પ્રબોધ પ્રભાકર,
હેગડજી જે માણસે પિતાના હિત અહિતને જાણતા નથી તથા હમેશાં ઉધે રસ્તે જનારા હોય છે અને પેટ ભરવામાં જ કાળજી રાખે છે તે માણસો સર્વે નારકી છે. હું सत्संगश्च विवेकश्च निर्मलं नयनद्वयम् यस्य नास्ति नरः सोऽन्धः कथं न स्यादमार्गगः ५२९
સત્સંગ અને વિવેક એ બે નિર્મલ નેત્ર જેને ન હોય તે મનુષ્ય - ધળે છે. અને જે માણસ આંધળો હોય તે ઉધે રસ્તે કેમ ન જાય? ૮ नाममात्रेण सन्तुष्टाः कर्मकाण्डरता नराः . मंत्रोच्चारणहोमाद्यै भ्रमिताः ऋतुविस्तरैः । ५३०
ફક્ત નામ જપવા વડે જ સંતોષ રાખનારા, કર્મકાંડમાંજ આસક્તિવાળા અને મંત્રોચ્ચારણ તથા હોમ, યજ્ઞયાગાદિ કરવાવડે માણસે શ્રેમમાં પડેલા છે. ૯
जटाभाराजिनैयुक्ता दांभिका वेषधारिणः भ्रमन्ति ज्ञानिवल्लोके भ्रामयन्ति जनानापि
५३१ જટાધારી અને હરિના ચર્મથી યુક્ત દંભી, આડંબરી વેષવાળા જ્ઞાનિની પેઠે પતે જગતમાં ભમે છે અને ઈતર મનુષ્યોને ભમાવે છે. ૧૦ गृहारण्यसमालोके गतब्रीडादिगम्बराः चरंति गर्दभाद्याच विरक्तास्ते भवन्ति किम् ५३२ ઘરમાં, ગામમાં અને વનમાં સરખી રીતે શરમવિનાના નગ્ન ફરનારા વૈરાગ્યવાળા કહેવાતા હોય તો ગધેડા વગેરે પશુ કેમવિરતન કહેવાય?