________________
(930)
પ્રાધ પ્રભાકર
ध्वाऽपि देवेप्सितमानुषं वपु नतं समस्तं गृहकृत्यकल्पनै: चिन्तामा हस्तगतं विहाय वै क्रीतं मया काचदलं कुबुद्धिना
દેવાને દુલભ એવું મનુષ્ય શરીર પામીને પણ સંસારી કામની કલ્પનાએએ કરી બધું ખોયું. ખરેખર પાપમુધ્ધિથી મેં હસ્તમાં રહેલ ચીન્તામણિ તછઈ તેના બદલે કાચના કકડા લીધાછે. ૨૦ इदं सदाभ्यंगसुतैलवासितं वरांगनालिंगनलालितं मुहु: हितान्नपानौषधिवर्धितं वपुः कृतनमो न समं मयैष्यति ५०५
હમેશાં સુગંધી તેલના મનથી સુગધવાળું બનાવેલું, મનેહર કાંતાના આલિંગનથી લાલન કરેલું, પથ્ય ખાન, પાન, પેય પદાર્થોથી પુષ્ટ બનાવેલું આ કૃતઘ્રી શરીર મરણકાળે મારી સાથે આવશે નહિ. ૨૧ मलीमसे ऽनात्मनि नाशशालिनि शुचित्वमात्मत्वमवैमि नित्यताम् 'अनाद्यविद्यातिमिरावृतेक्षणः किमञ्जनं तस्य भवेन्निवर्तकम् ५०६
અનાદિ કાળની અવિદ્યારૂપી અંધારાથી જેની આંખેા અંજાઈ ગઈ છે એવા હું, અત્યંત મલીન અને ક્ષણભંગુર દેહમાં નિત્યપણું, પવિત્રપણું, હુંપણું માની બેઠે છું. આ અજ્ઞાન દૂર કરવા માટે શું અંજન હશે? क्षणं क्षणं दीपशिखोपमा दधत् सरन्ध्रकुंभास्रवदम्बुसन्निभम् प्रयात्यशेषं तु ममायुरुत्तमं न सेक्षणोपीह विलोकयाम्यहम् ५०७
પવનમાં રહેલા દીવાની શિખા સમાન ક્ષક્ષણમાં ચંચળ અને કાણા ઘડામાંથી વીજતા જળ સમાન આયુષ્ય હમેશાં આધુ થતુ જાયછે, તેતી ચક્ષુએ હું જોઇ શકતા નથી. એ કેવી આશ્ચયની બીના છે? ૨૩