________________
વિચારપ્રદીપ,
(૧૭) અરે ! બાલ્યાવસ્થા તે મેં નાના પ્રકારની રમતથી કાઢી અને ધવન સ્ત્રીના સંગમાં ગુમાવ્યું હવે હું વૃદ્ધ થયો મુક્તિનું સાધન શું કરું ? ખરેખર મારી જીંદગી વૃથા ગઇ. ૮ निद्राव्यवायाशनतत्परोऽभवं नित्यं विवेकापगतो यथा पशुः नात्मानमन्तःस्थमपि व्यलोकयं सर्व वृथा मे खलु जीवितं गतम्
જન્મથી આરંભીને અત્યાર સુધી વિવેક વિનાના પશુની પેઠે મેં નિંદ્રામાં, ભોજનમાં અને મૈથુનમાં બધો વખત ખેયો પણ હૃદયમાં રહેલા આત્માને મેં જોયો નહિ ખરેખર મારી સર્વ જીંદગી વૃથા ગઈ. ૯ भवापहो नैव सतां समागमः कृतः श्रुता नापि कथाघहारिणी हरे ने तीर्थानि गतानि वै मया वृथाखिलं मे खलु जीवितं गतम्
સંસારનો નાશ કરનારા પુરૂષોનો સમાગમ મેં ન કર્યો, તેમ પાપને હરનારી કથા પણ ન સાંભળી, પવિત્ર સ્થળોમાં પણ હું ન રહ્યો. ખરેખર મેં જીંદગી વૃથા ગુમાવી. ૧૦ अघंहरो ज्ञानघनोऽर्तिहा प्रभुः निरञ्जनः सर्वभवार्तिभंजनः स्मृतः कदापीह मयान माधवो वृथाखिलं मेखलु जीवितं गतम्४९५
પાપને હરનારા, જ્ઞાનસ્વરૂપ,નિરંજન, પીડથીમુક્ત કરનાર, જન્મની ફાંસીને તેડનાર, એવા પ્રભુનું સ્મરણ મેં કયારે પણ ન કર્યું માટે મારી જીદગી વૃથા ગઈ. ૧૧ इहांगनातातसुतादिबान्धवैः समागमोऽयं मम किनिबन्धनः सदाचलो वाम्बुतरंगचश्चलो हितावहो मे किमुताहितावहः ४९६