________________
(૧૨૬) પ્રબંધ પ્રભાકર
સર્વિચાર વિના માણસ વનમાં જઈ રહે તોપણ જડભરતાદિની પડે બંધન થાય અને જ્ઞાની ઘેર (ગૃહસ્થાશ્રમમાં) રહે તે પણ જનકરાજાની પેઠે જીવનમુક્તિને પામે માટે સત્યવિચાર કરવામાંતત્પર રહેવું.૪ पठन्तु शास्त्राणि यजन्तु वाध्वरै रटन्तु तीर्थानि तपन्तु तापकैः विन्दंति नात्मानमते विचारणं ततो विचारैकपरायणो भवेत् ४८९
ભલે શાસ્ત્રો ભણે, યજ્ઞો કરે, તીર્થોમાં ભમે, પંચ ધુણી. તાપે, પણ વિચાર સિવાય આત્માનો સાક્ષાત્કાર થતો નથી. માટે વિચારમાં તત્પર રહેવું. ૫ दृष्टवा जराजन्मविपत्तिसंकुलं सर्वजगश्वाम्बुतरंगभङ्गरम् भीतः समागम्य जनोज्झितं स्थलं कच्चिन्मुमुक्षुःसमचिन्तयत्विदम्
જન્મ, જરા અને દુઃખેથી ભરેલા, તથા જલના તરંગે જેવા ક્ષિણ ધ્વસી જગતને જોઈ તેથી ભય પામેલ મુમુક્ષુપુરૂષ નિર્જન એકાંત સ્થળે જઈ આત્મા સંબંધિ વિચાર કરે. કે વિચાર કરે તે જણાવે છે. ૬ अहो विचित्राः खलु मोहशक्तयः पाचोदितोयाभिरहं निरन्तरम् जनुजेरादुःखानपीडितोऽपि नो कदापि पश्यामि हितं यदात्मनः - અહે મોહની સત્તા બળવાન છે, જે સત્તાવડે પ્રેરણા કરાય હું ઘણું કાળ સુધી જન્મ, મરણથી, દુઃખ પામે પણ કોઈ વખત આત્માનું હિત ન જોયું. એટલે આત્માના કલ્યાણ માટે મેં કઈ ઉપાય નશો . ૭ बाल्यं मया कलिकलाकलापकै नीतं च नारीनिरतेन यौवनम् वृद्धो ऽधुना किं नु करोमि साधनं मुक्त ईथा मे खलु जीवितं गतम्