________________
(૧૨૪) પ્રબોધ પ્રભાકર, यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् तथा तथा तत्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनः ४८३
જેમ જેમ સેક કાર્યમાં વ્યગ્ર રહેવાથી કેઈપણ સ્થાનકે ચિત્ત વિશ્રાંતિને પામતું નથી તેમ તેમ જેના હૃદયમાં સારાસારનો વિચાર નથી એવા પ્રાણીને ખરા તત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. જે સારાસારનો વિચાર હોય તે પછી અસારભૂત કાર્યમાં ચિત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરોવે; જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય. ૩૫. शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता विविधविषयभोगात्यन्तवाच्छाविशेषाः परमपुखमिदं यद्भुज्यतेऽन्तःसमाधौ मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ४८४
ઉપશમ સુખને જે રસ તેના લેશની પણ પ્રાપ્તિ થાય છે તે તેથી વિવિધ પ્રકારના વિષયભોગની જે અત્યંત વાંચ્છા હોય છે તેની ઉપર પબુદ્ધિ અરૂચિ ઉત્પન્ન થાય છે, અને તેથી અંતઃકરણની સમાધિ પ્રાપ્ત થાય છે, એટલે તે પ્રાણી મનને વિષે પરમ સુખને ભોગવે છે. આ બંને વાનાની–ઉપશમ સુખની અને અંતઃકરણની સમા ધિની પ્રાપ્તિ ઉપર કહેલા વાકનું સંપૂર્ણ પ્રકારે મનન કરવાથી થઈ શકે છે. એ ઉપરાંત આ પ્રાણીને બીજું કાંઈ શીખવાનું પણ નથી. એ બે વાત શીખાય એટલેજ બસ છે. માટે તેને સારૂ અહર્નિશ પ્રયત્ન કરે, જેથી આત્મિક સુખની પ્રાપ્તિ થાય. ૩૬
॥ इति हृदयप्रदीपषत्रिंशिका समाता श्लोकाः ३६ ॥