________________
હદયપ્રદીપ
(૧૩) છે અને સંસારનાં અનેક પ્રકારનાં દુઃવડે કદર્શિત છે તેમને સ્વને પણ સમાધિસુખની પ્રાપ્તિ થતી નથી. ૩૧ श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय संजीवनीति वरमौषधमेकमेव, व्यर्थश्रमप्रजननोन तुमूलभार:४८०
પરમ તત્વને પંથ જે મોક્ષમાર્ગ તેને બતાવનાર એ એક બ્લેક પણ શ્રેષ્ટ છે, પરંતુ જનરંજનને માટે કેટીગમે ગ્રંથનું અધ્યયન પણ શ્રેષ્ટ નથી, અર્થાત સંજીવિની ઓષધી કે જેનાવડે વ્યાધિ સવનો વિનાશ અને જીવનની વૃદ્ધિ થાય તેની પ્રાપ્તિજ શ્રેષ્ઠ છે; બાકી વ્યર્થ શ્રમ કરીને મે વનસ્પતિને સમૂહ એકઠો કરવો તે નિષ્ફળ છે. ૩૨ तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा
આ સંસારમાં પ્રાણીને વિષયભોગથી પ્રાપ્ત થતા સુખની ઇચ્છા ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી તેનું મન સ્વસ્થપણાના અર્થાત આત્મવરૂપ સ્થિતિપણાના સુખને જાણતું નથી, પણ જ્યારે સ્વસ્થપણાના સુખનો એક લેશ માત્ર પણ તેનું મન પાપ્ત કરે છે ત્યાર પછી ત્રણ લોકનું રાજ્ય મળે તો તેની પણ ઈચ્છા થતી નથી. ૩૩ न देवराजस्य न चक्रवर्तिनस्तद्वै सुखं रागयुतस्य मन्ये यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ४८२
સંસારમાં રહેલા રાગદશા સંયુકત એવા ઇદ્ર અને ચક્રવતિઓને પણ તેવું સુખ પ્રાપ્ત થતું નથી કે જેવું સુખ વીતરાગી એવા અને આત્મનિષ્ઠ એવા મુનિના ચિત્તને વિષે સ્થિર થઈને રહે છે. ૩૪