________________
(૧૧૮) પ્રબોધ પ્રભાકર यतू कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चायममध्यमेषु, यदृश्यते तत्र किमद्भुतं च ४६५
હે પ્રાણી ! જે કૃત્રિમ વિષયાદિ સુખ છે તેને આ સંસારમાં પરિભ્રમણ કરતાં સર્વ પ્રાણી કઈ કઈ ભવમાં પણ પામે છેજ અર્થાત્ કેઈ આ ભવમાં તે કઈ અનેરા ભવમાં ઈંદ્રીયજન્ય વિષય સુખને પામેજ છે. વળી જે સુખ અધમ જનોમાં તેમજ મધ્યમ જમાં પણ દષ્ટિએ પડે છે તે તેમાં આશ્ચર્ય શું છે? આશ્ચર્ય તે ધર્મની પ્રાપ્તિ થવી તેમાં છે. ૧૭ क्षुधातृषाकामविकाररोषहेतुं च तद्देषजवद्वदन्ति तदस्वतंत्रं क्षणिक प्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति ४६६
વળી આ સંસારના સુખમાં મોહ પામેલા પ્રાણીઓ સુધાના, તૃષાના, કામવિકારના અને કૈધના જે કારણો છે તેને જ ઓષધભૂત ગણે છે. યતીશ્વરે તે સુધા, તૃષા, કામવિકાર અને રોષને અસ્વતંત્ર, ક્ષણિક અને પ્રયાસ સાધ્ય છે એમ જાણને દૂરથી જ છોડી દે છે. અર્થાત તપસ્યાવડે સુધા તૃષાને શમાવે છે. બ્રહ્મચર્યવડે કામવિકારને શમાવે છે અને ક્ષમાવડે રેષને શમાવે છે. ૧૮ गृहीतलिङ्गस्य च चेदनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी गृहीतलिङ्गो रसलोलुपश्चेत् , विडंबनं नास्ति ततोऽधिकं ही ४६७
મુનિવેષ ધારણ કર્યા છતાં પણ જે દ્રવ્યસંચયની વાંછા બાકી રહે, મુનિ વેષધારણ કર્યા છતાં પણ વિષયને અભિલાષ થાય અને મુનિ વેષ ધારણ કર્યા છતાં પણ રસેંદ્રિયની લુપતા રહ્યા કરે તે તે કરતાં અધિક વિડંબના બીજી કોઈપણ સમજવી નહીં. ૧૯