________________
હૃદયપ્રદીપ,
(૧૧૯)
ये लुब्धचिचा विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः ते दांभिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ४६८
જે પ્રાણીઓ વિષયભોગને વિષે લુબ્ધ ચિત્તવાળા હોય, બહારથી વૈરાગીપણું બતાવતા હોય પણ અંદરથી રાગવડે બદ્ધ હોય, તેવા દાંભિકેને માત્ર વેષધારી ધરૂં સમજવા. તેઓ માત્ર લોકોના મનનું રંજન કરે છે, બાકી આત્મરંજન-સ્વાત્મહિત બીલકુલ કરી શકતા નથી અને પ્રાંત દુર્ગતિના ભાજન થાય છે. ર૦ मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति धुर्तस्य बाक्यैः परिमोहितानां, केषांन चित्तंभ्रमतीह लोके ४६९
લોકે પ્રાયે મુગ્ધ હોય છે તેથી તેને જે માગે ચલાવીએ તે માર્ગે ચાલે છે રતિ કરે છે. આ સંસારમાં ધૂર્ત લોકોના વાકયથી મેહ પામીને કેનું ચિત્ત ભ્રમિત થતું નથી ? અર્થાત્ સોનું થાય છે. ૨૧ ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः संतोषपोषैकविलीनवाच्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ४७०
જેઓ ખરેખર નિસ્પૃહી છે, સમસ્ત પ્રકારના રાગ જેણે તજી દીધા છે, માત્ર તત્ત્વનિષ્ઠા જેમની બુદ્ધિમાં વર્તે છે, અભિમાન જેમનું સર્વથા ગળી ગયેલું છે અને સંતોષના પિષણમાં જ જેમણે ઈચ્છા માત્રને શમાવી દીધી છે–લીન કરી દીધી છે. તેઓ પોતાના મનનું જ માત્ર રંજન કરે છે. લોક રંજન કરવાના ઉદ્યમી હોતા નથી. ૨૨ तावद्विवादी जनरञ्जकच, यावन्न चैवात्मरसे सुखज्ञः चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति४७१