________________
હૃદયપ્રદીપ.
(૧૧૭ )
ળપ્રપંચ તથા એવા બીજા ગુપ્ત પાપકર્મો ડાહ્યામાં ગણતા એવા પણ અનેક મનુષ્યો કરે છે એ મોટા ખેદની વાત છે. ૧૩ यदर्जितं वै वयसाखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् क्षणेन सर्व प्रदहत्यहो तत् , कामो बली प्राप्य छलं यतीनाम्४६२ આ આખી ઉમર પર્વત મુનિપણામાં ધ્યાન, તપ, જ્ઞાન અને સત્ય વિગેરે ગુણ જેટલા સંપાદન કર્યા હોય છે તેટલા બધા એક ક્ષણવારમાં બળવાન એવો કામદેવ બાળીને ભસ્મીભૂત કરે છે. ૧૪ बलादसौ मोहरिपुर्जनानां ज्ञानं विवेकं च निराकरोति मोहाभिभूतं च जगद्विनष्टं तत्त्वावबोधादपयाति मोहः ४६३
આ જગતમાં મોહ સર્વ પ્રાણીઓનો બળવાન શત્રુ છે. તે પ્રા. ણીઓના જ્ઞાનગુણ અને વિવેકગુણ બનેને વિનાશ કરે છે. મેહથી પરાભવ પામેલું આ જગત બધું વિનાશ પામેલું છે. તે મોહ તત્ત્વનો બોધ થવાથી અર્થાત વસ્તુસ્વરૂપનો ખરેખર ભાસ અંતઃકરણમાં થવાથી નાશ પામે છે. ૧૫ सर्वत्र सर्वस्य सदा प्रवृत्तिःखस्य नाशाय सुखस्य हेतोः तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् | સર્વ પ્રાણુઓ સર્વ સ્થાનકે દુઃખનો નાશ કરવા અને સુખને સ્થિર કરવા અથવા મેળવવા માટે પ્રયત્ન કર્યા કરે છે પરંતુ સર્વદા કાઈના દુઃખનો નાશ થતો નથી અને સુખ કેઇપણ જગ્યાએ સ્થિર થતું નથી. માટે એ પ્રયત્ન કરે તે કરતાં નવાં કર્મ ન બંધાય એવે પ્રયત્ન કરે તેજ દુઃખને વિનાશ કરનાર છે. ૧૬