________________
(૧૧૬)
પ્રબોધ પ્રભાકર. આ પ્રાણી સંસારના દુઃખથી કદર્શન પામતે સતે મેહરૂપી અંધકારમાં ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સર્યના મહોદયવડે યથાસ્થિત એવા આત્મસ્વરૂપને જોઈ શકતા નથી.
જ્યારે વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે મોહાંધકાર નાશ પામે છે, આ ત્મસ્વરૂપ ઓળખાય છે અને સાંસારિક દુઃખેની કદર્થનાનાશિ પામે છે. ૧૦ अर्थो ह्यनों बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शबोपमानि विषेश तुल्या विषयाच तेषां, येषां हृदि स्वात्मलयानुभूति:४५९
જે પ્રાણીને સ્વાત્માને વિષે લય કરવાનો અનુભવ થાય છે તેને પછી આ અર્થ (દ્રવ્ય) જેને બહુ લકે એ કામનું ગણેલ છે તે અનર્થકારીજ લાગે છે, સ્ત્રીના ચરિત્ર તે બધા મૃતકના આચરણ જેવા અનિષ્ટ લાગે છે અને ઇકિયેના વિષયે તે વિષતુલ્ય ઝેરજેવા લાગે છે. ૧૧ कार्य च किं ते परदोषदृष्टया, कार्य च किं ते परचिन्तया च वृथा कथं खिद्यसि बालबुद्धे, कुरु स्वकार्यत्यज सर्वमन्यत ४६०
હે પ્રાણી ! તારે પારકા દોષ જેવાથી શું કામ છે ? અને તારે પારકી ચિંતા કરવાનું પણ શું કામ છે? તું પરને દયુક્ત જોઈને ફોગટ શા માટે ખેદ પામે છે ? હે બાળબુદ્ધિ ! તું તે પિતાના આત્મહિતનું કાર્યાજ કર અને બીજું બધું તજી દે. ૧૨ यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः मनोऽभितापी मरणं हि यावत् , मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म
જે કાર્ય કરવાથી સુખ લેશમાત્ર થાય અને દુઃખનો અનુબંધ પાર વિનાનિ થાય તેમજ હૃદયતાપ મરણ પર્યત રહ્યા કરે તેવું કાર્ય મૂર્ખ પણ કરે નહીં. આમ છતાં પણ સામ શિયળભંગ, પરને ઠગવાના