________________
જ્ઞાનાર્ણવ. बकवृत्ति समालम्ब्य वञ्चकै वश्चितं जगत् कौटिल्यकुशलैः पापैः प्रसत्रं कश्मलाशयैः ४४०
કુટીલતામાં ચતુર એવું મલિન ચિત્ત પાપી ઠગ બગલાના જેવી વૃતિનું અવલંબન કરી જગતને ઠગી રહ્યું છે. ૧૩ ઈતિ માયા કષાય.
"लोभकषायवर्णनम्" नयन्ति विफलं जन्म प्रयासै मृत्युगोचरैः वराकाः पाणिनोऽजस्त्रं लोभादप्राप्तवांच्छिताः ४४१
પામર જ લાભને આધિન થઈને ધારેલા ફળને મેળવ્યા સિવાય મૃત્યુને પમાડે એવા હમેશના પ્રયત્ન વડે પોતાના જન્મને નિષ્ફળ કરે છે. ૧૪ शाकेनापीच्छया जातु नभर्तुमुदरं क्षमाः लोभाचथापि वाञ्छन्ति नराश्चक्रेश्वरश्रियम् ४४२
ઘણું મનુષ્યો ઈચ્છા મુજબ શાકથી પણ પિતાનું પેટ ભરી શકતા નથી; તોપણ લેભને વશ થઈને ચક્રવર્તિની સંપત્તિઓને ઈચ્છે છે. ૧૫ शमांबुभिः क्रोधशिखी निवार्यतां नियम्यतां मानमुदारमार्दवैः इयं च मायाऽऽर्जवतः प्रतिक्षणं निरीहतां चाश्रयलोभशान्तये ४४३
હે આત્મન ! શાંત ભાવ રૂપે જળથી ઇંધ રૂપી અગ્નિને તું કરી નાખ, તથા ઉદાર મૃદુપણાથી માનને નિયમમાં રાખ, અને આવતાથી કપટનો નાશ કર. અને લેભની શાંતિ માટે નિર્લોભતાનો આશ્રય કર. ૧૬
यत्र यत्र प्रसूयन्ते तवक्रोधादयो द्विषः तचत्यागेव मोक्तव्यं वस्तु तत्सूतिशान्तये ४४४