________________
(૧૧૦)
પ્રત્યેાધ પ્રભાકર
અભિમાનથી માણસની વિવેકરૂપી નિમલ આંખ બંધ થઇ જાય છે, અને તેથી શીલરૂપી પર્વતની ટોચ ઉપરથી માણસ નીચે રડી પડે છે. ૮ ઇતિ માનકષાય.
“ મા ગાય વર્ધનમ્
जन्मभूमिरविद्याना मकीर्तेर्वासमन्दिरम् पापपङ्कमहागर्तो निकृतिः कीर्तिता बुधैः
,,
४३६
માયા કષાય ( માયા કપટ ) અવિદ્યાની ભૂમિ છે અપકીર્તિનૢ ગૃહ છે, પાપરૂપ કાદવતા ખાડા છે, આ પ્રમાણે વિદ્વાનેાનું કથન છે. ૯ अर्गलेवापवर्गस्य पदवी श्वभ्रवेश्मनः शीलशालवने वन्हि र्मायेयमवगम्यताम्
४३७
એ માયા કપટ તે મેક્ષના રસ્તા બંધ કરનાર અગલા છે, નરકમાં જવાના માર્ગ છે, અને શીલરૂપી આમ્ર વૃક્ષને દગ્ધ કરનાર અગ્નિ છે. ૧૦ कूटद्रव्यमिवासारं स्वमराज्यमिवाफलम्
अनुष्टानं मनुष्याणां मन्ये मायावलम्बिनाम्
४३८
માયાનું અવલંબન કરનાર મનુષ્યનાં આચરણા ખાટા દ્રવ્યની પેઠે અસાર છે તથા સ્વમામાં મળેલા રાજ્યની માફક અકળ છે, એમ હું માનું છું. ૧૧ छाद्यमानमपि प्रायः कुकर्मस्फुटति स्वयम्
अलं मायामपश्चन लोकद्वयविरोधिना
४३९ કુકમને કદાચ છુપાવા જઇએ તે!પણ પોતાની મેળે છતું થાય છે. માટે આ લોક અને પરલેાકના વિરાધી–માયા પ્રપ`ચથી બસ છે. ૧૨