________________
જ્ઞાનાર્ણવ.
( હા )
रत्नत्रयमनासाद्य यः साक्षाद् ध्यातुमिच्छति खपुष्पैः कुरुते मूढः स वन्ध्यासुतशेखरम् ३६०
જે માણસ સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, અને સમ્યક્ ચારિત્રને મેળવ્યા વિના ધ્યાન કરવાને ઈચ્છે છે તે મૂખ આકાશના પુલવડે વધ્યાના પુત્ર માટે માળા કરવા જેવું કરે છે. ૧
अतुलसुखनिधानं सर्वकल्याणबीजं जननजलधिपोतं भव्यसत्वैकपात्रम् दुरिततरुकुठारं पुण्यतीर्थप्रधान पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ३६१ - હે ભવ્ય જ ! અંતરના દુશ્મનોને જીતનાર સફદર્શન નામનું અમૃત કે જે અતુલ સુખને ખજાનો છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મ સ્પી સમુદ્રમાં વહાણરૂપ છે, ભવ્ય પુરૂષોનું તે સુપાત્ર છે, પાપ ૨૫ વૃક્ષને કાપવામાં કુહાડા સમાન છે, પવિત્રતીર્થોમાં તે મુખ્ય તીર્થ છે, એવું સમ્મદર્શન રૂપ અમૃતનું તમે પાન કર. ૨
दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज मदनभुजगमंत्रं चित्तमातङ्गसिंहम् व्यसनघनसमीरं विश्वतत्त्वैकदीपं विषयशफरजालं ज्ञानमाराधय त्वम् ३६२
હે ભવ્ય પ્રાણી! પાપરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન, મેરૂપ લક્ષ્મીને રહેવાના કમલ સમાન, કામરૂપી સપનું ઝેર ઉતારવામાં મંત્ર સમાન, ચિત્તરૂપી હાથીને વશ કરવામાં સિંહ સમાન,