SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અને પછી સ્વર્ગસ્થ થયા તેથી ઉત્તર ભાગની ટીકા સિદ્ધિચંદ્રજીએ લખીને પૂરી કરી. કાદંબરી મૂળની પૂરી રચના જેમ પિતા અને પુત્રના હાથે થઈ તેમ એની ટીકાની પૂર્તિ પણ ગુરુ અને શિષ્યના હાથે થઈ એ પણ એક દૈવી વિધાન જ નહિં? સિદ્ધિચંદ્ર એ ટીકામાં પોતાનો નીચે પ્રમાણે પરિચય આપે છે. जाग्रज्योतिरकब्बरक्षितिपतेरभ्यर्णमातस्थिवान् । दृष्ट्वानेकविधानवैभवकलां चेतश्चमत्कारिणी सिद्धाद्रेः करमोचनादिसुकृतं योऽकारयच्छाहिना । चक्रे खुस्फहमेति सर्वविदितं गोत्रं यदीयं पुनः ॥ जीवानामभयप्रदानमपि यः सर्वत्र देशे स्फुटं प्रोच्चैः पञ्चसहसतुङ्गतुरगाश्रीसिन्धुरान्दुर्धरान् श्रीमत्पाठकपुंगवः स जयताच्छ्रीभानुचन्द्राभिधः ॥ दत्त्वा प्राग्भवसंभवप्रणयतो धृत्वा करे यं जगौ । तच्छिष्यः सुकृतैकभूर्मतिमतामग्रेसरः केसरी शाहिश्रीमदकब्बरक्षितिपतिस्त्यक्त्वा व्रतं दुष्करं शाहिस्वान्तविनोदनैकरसिकः श्रीसिद्धिचन्द्राभिधः । श्रीमत्संयमयामिनीश वसुधाधीशोऽधुना त्वं भव ॥ पूर्वे श्रीविमलाद्रिचैत्यरचनां दूरीकृतां शाहिना साक्षात्कन्दर्परूपः क्षितितलविदितो वाचकवातशक्रः विज्ञाप्यैव मुहुर्मुहुस्तमधिपं योऽकारयत्तां पुनः ॥ स्मृत्वा वाक्यं गुरूणां गुरुवचनरतो भक्तिपर्वानगर्वात् । यावन्या किल भाषया प्रगुणितान् ग्रन्थानशेषांश्च तान् धीमान् षट्शास्त्रवेत्ता रचयति रुचिरां सज्जनैः श्लाघनीयां विज्ञाय प्रतिभागुणैस्तमधिकं योऽध्यापयच्छाहिराट् । टीका कादम्बरीयां निजगुरुघटितां किञ्चिदूनस्थितां सः॥ આ પદ્યનો સારાંશ એ છે કે શ્રી ભાનુચંદ્ર નામના ઉપાધ્યાય કે જેઓ બાદશાહ અકબરની પાસે રહ્યા હતા અને જેમણે અકબર પાસેથી સિદ્ધાચલ (જૈનોના શત્રુંજય પર્વત) ઉપરનો યાત્રાવેરો બંધ કરાવ્યો તથા દેશમાં જીવદયાની પ્રવૃત્તિ કરાવી, તેમના સિદ્ધિચંદ્ર પોતે શિષ્ય થાય. એમણે બાદશાહના મનને ખૂબ રંજિત કર્યું હતું અને બાદશાહે આગળ ઉપર સિદ્ધાચલમાં જે મંદિરો બંધાવવાનો નિષેધ કર્યો હતો તે નિષેધ તેની પાસેથી ફરીથી દૂર કરાવ્યો હતો. યાવની એટલે ફારસી ભાષામાં બનાવેલા જે પ્રસિદ્ધ ગ્રંથો છે તેમનો ખૂબ અભ્યાસ કરીને એમણે બાદશાહને તે ભણાવ્યા હતા. બાદશાહે, એમનો આવો અપૂર્વ બુદ્ધિ પ્રભાવ જોઈને એમને “ખુલ્ફહમ'નો ઈલ્કાબ આપ્યો હતો. વળી એકવાર બાદશાહે બહુ સ્નેહથી, એમનો હાથ પકડીને, એમને કહ્યું કે હું તમને પાંચ હજાર ઘોડાના મનસબવાળી મોટી પદવી અને જાગીર આપું છું તેનો સ્વીકાર કરીને તમે રાજા બનો અને આ સાધુવેષનો ત્યાગ કરો. એ પોતે બહુ સુંદર રૂપવાન-સાક્ષાત્ કામદેવ જેવા હતા અને શાસ્ત્રોના પારગામી હતા. પોતાના ગુરુના અતિભક્ત હતા વગેરે વગેરે. આ ઉલ્લેખો ઉપરથી એ અકબર અને જહાંગીર બાદશાહના સમયમાં વિદ્યમાન હતા એ સ્પષ્ટ થાય છે. કાદમ્બરી ઉપર ટીકા લખતી વખતે જ એમને ખ્યાલ આવ્યો હશે કે કાદમ્બરીની મૂળ કથાવસ્તુ સમજવા માટે લોકભાષામાં એક ટુંકી રચના કરી હોય તો તેથી સંસ્કૃત નહિ જાણનારાઓ પણ તેનું જ્ઞાન મેળવી શકે અને એ વિચારથી એમણે આ રચના કરી હશે, નિબંધની છેવટે એવા ભાવવાળો ટુંકો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. આ પ્રબંધની ભાષા સરલ અને શુદ્ધ છે. વાક્યરચના વ્યવસ્થિત અને પ્રવાહબદ્ધ છે. તેથી આને અકબરના સમયની ગુજરાતી ભાષાના એક સુંદર નમૂના તરીકે ગણી શકાય. આ મળેલી પ્રતિ, એના ઉપર જેમ લખ્યું છે, સંવત્ ૧૭૪૭ની છે; તેથી અસલ કે અસલના નજીકની તો નથી. રચાયા પછી ઓછામાં ઓછી ૧૦૭૦ વર્ષ બાદ લખાયેલી છે અને તેથી મૂળ કર્તાની ભાષામાં, જોડણીની અનિયમિતતાને લીધે ફેરફાર થવાનો સંભવ છે. છતાં જૈન ગ્રંથોની નકલો કરનારા લહિયાઓમાં એ એક રૂઢગુણ હતો કે તેઓ “યાદૃશ પુસ્ત કૃદં તાદૃશ ત્રિવિત કથા' એ વચનને વળગી રહેવાની ખાસ કાળજી રાખતા, તેથી ભાષા સંબંધી વિકૃતિ, પ્રમાણમાં તેમના હાથે ઘણી જ ઓછી થવા પામતી હતી; અને તેથી જ ૧૫માં સૈકામાં લખાયેલા ગ્રંથોની, ૧૮માં સૈકામાં થયેલી નકલોમાં પણ આપણે મોટે ભાગે મૂળ રચના અને ભાષાના સ્વરૂપને યથાવતુ જોઈ શકીએ છીએ. પણ, ગુજરાતી ભાષાના કમનસીબે, જોડણી સંબંધી જે અવ્યવસ્થા આજે પણ આપણે ટાળી શકતા નથી, તે અવ્યવસ્થાના ભોગ, જો એ જમાનાના વ્યાકરણજ્ઞાનહીન લહિઆઓ થાય, તો તેમાં, તેમનો દોષ કાઢી શકીએ તેમ નથી. છતાં એવા દોષોનું જ્ઞાન મેળવવું એ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આવશ્યક હોવાથી તેનો વિચાર તો આપણને કર્તવ્ય છે જ. એ રીતે વિચારી જોતાં આ પ્રબંધની નકલ કરનારાએ આમાં જોડણીના વિષયમાં ઠીકઠીક મનમાની ચાલે ચાલવાનું સ્વીકાર્યું હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. દાખલા તરીકે ક્યાંકે એણે “કહ્યું લખ્યું છે. એવી જ રીતે શબ્દની અંતે આવતા “ઈકાર-ઉકાર'ના હ્રસ્વ-દીર્ધપણામાં પણ અવ્યવસ્થા કરેલી છે. અનુસ્વારના પ્રયોગોમાં પણ યથેચ્છાએ કામ લીધું છે. “જઈ’ ‘થઈ'ના બદલે ક્યાંયે “જૈ જૈને ક્યાંયે ચાલુ રૂપ લખ્યાં છે. એવા કેટલાક પ્રયોગો સિવાય બાકી લખાણ શુદ્ધ અને સુવ્યવસ્થિત છે. સરખામણીની દૃષ્ટિએ જોતાં ભાલણની કાદમ્બરીની ભાષા અને આ પ્રબંધની ભાષા લગભગ એક જેવી જ છે. परिशिष्टम् વરી
SR No.002412
Book TitleKadambari Part 02
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2005
Total Pages246
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy