________________ | સર્વજ્ઞ ભગવંતો દ્વારા પ્રમાણિત થયેલાં અને ગણધરભગવંતો દ્વારા શબ્દસ્થ બનેલાં શ્રીઆગમસૂત્રો એ આપણા ‘સાધ્યગ્રંથો છે. સાધ્યગ્રંથોના વ્યાપક અધ્યયન દ્વારા જ જિનશાસનની શ્રમણસંસ્થાના પોતાનું આત્મિક સ્વાથ્ય ટકાવી શકે અને જિનશાસનના બાહા અત્યંતર સ્વાથ્યનું રક્ષણ કરી શકે. સાધ્યગ્રંથોની મંઝિલ સુધી પહોંચવા માટે સાધનગ્રંથોનું પણ સૂમેક્ષિકાપૂર્વકનું અધ્યયન કરવું પડે છે. (1) વ્યાકરણવિષયક ગ્રંથો... (ર) કાવ્યવિષયક ગ્રંથો... (3) પ્રાચીન નવ્યન્યાયના ગ્રંથો... (4) અને ઇતરદાર્શનિક ગ્રંથો.... આ બધાય ગ્રંથો આપણા માટે સાધન ગ્રંથો છે. જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ધરાવનારા પુન્યાત્માઓ ઉપર્યુક્ત સાધનગ્રંથોના ઉંડા અભ્યાસ દ્વારા પોતાની મતિને ખૂબ તીણ બનાવી દે છે અને એ પછી તીક્ષ્ણ બનેલી એમની વિશિષ્ટ કક્ષાની મતિ સાધ્યગ્રંથોના પેટાળ સુધી પહોંચી એના રહસ્યોને સુગમ રીતે - વિવેચી શકવામાં સફળ બને છે. પૂજ્યપાદ, મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજના સમ્યગ ઉપદેશને ઝીલી લઇ જ્ઞાનદ્રવ્યની રાશિનો સદ્વ્યય કરી - અત્રે અમે એક સાધનગ્રંથનું પ્રકાશન કર્યું છે. સંસ્કૃત સાહિત્યના પાંચ મહાકાવ્યોમાં જેની ગણના થાય છે. એવા વાર' મહાકાવ્ય ઉપર જૈન ઉપાધ્યાય-અગલ દ્વારા વિનિર્મિત બનેલી 4બૃહત્કાય ટીકાનું આ નવતર પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ પ્રસ્તુત કરીને હર્ષ ઉન્મેષ અને રોમાંચની લાગણી અનુભવીએ છીએ. કુસુમ અમૃત ટ્રસ્ટ શાંતિનગર, અલકાપુરી, વાપી (વેસ્ટ) - 396191. Tejas Printers - (1 MIT'.INPR /0 LANILESH