________________
તેની કૂટનીતિ માટે પ્રસિદ્ધ છે. આ ચાણક્યની કથા પણ ચૂર્ણિઓ અને ખાસ કરીને નીશિથચૂર્ણિમાં મળે છે.
ચાણક્ય-ચન્દ્રગુપ્તની કથા અને સંપ્રતિની કથા બન્ને અલગ અલગ રીતે પાછળના જૈન સાહિત્યમાં પલ્લવિત થયેલી જોવા મળે છે. આચાર્ય ભદ્રેશ્વરસૂરિની બૃહત્કાય કૃતિ “કહાવલિ' (લગભગ વિક્રમની ૧૧મી શતાબ્દિ) અને આ. હેમચન્દ્રસૂરિના “પરિશિષ્ટપર્વમાં પણ બન્ને કથાનકો અલગ સ્વરૂપે મળે છે. પૂર્ણિમાગચ્છના આ. માનતુંગસૂરિના “જયંતિચરિત'ની વૃત્તિ તેમના જ શિષ્ય મલયપ્રભસૂરિની ૬૬૦૦ શ્લોક પરિમાણની મળે છે. તેમાં પ૬ કથાનકો પ્રાકૃત ભાષામાં છે જેમાં એક સંપ્રતિ-ચરિત છે એવી નોંધ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસ ભાદમાં છે. તે જ રીતે ૧૨મી સદીમાં થઈ ગયેલ બૃહદ્ગચ્છના આ નેમિચન્દ્રસૂરિની “આખ્યાનકમણિકોશ'ની આમ્રદેવસૂરિરચિત વૃત્તિમાં સામાયિકફવર્ણના અધિકારમાં “સંપ્રતિરાજાકથાનક' નામે પ્રાકૃત ભાષામાં રચેલ લઘુકથા મળે છે.
આ ઉપરાંત અનેક ટીકા ગ્રંથો અને કથાકોશોમાં પ્રસ્તુત પ્રચલિત કથાનક હોવાનો સંભવ છે.
૧-૧૧-૯૯
૨. મ. શાહ
અમદાવાદ