________________
કિંચિત્ પ્રાસ્તાવિક જૈન સાહિત્યમાં કરુણાદાનના દૃષ્ટાંતરૂપે સંપ્રતિ રાજાની કથા અનેક સ્થળે મળે છે. સંપ્રતિ વિષયક પ્રાચીન ઉલ્લેખો સૌ પ્રથમ નીશિથચૂર્ણિમાં પ્રાપ્ત થાય છે. ત્યાં આટલી વિગતો મળે છે : તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલનો પુત્ર હતો. અશોકના પૌત્રોમાં તે સૌથી સબળ હતો. તેણે ઉજ્જયિનીમાં રહી શાસન કરેલ અને સુરઢ (સોરઠ), અંધ (આંધ) તથા દ્રમિલ (દ્રાવિડ પ્રદેશ) જીતી મૌર્ય સામ્રાજ્યમાં ભેળવ્યા હતા. ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી સાધુઓ અને યાત્રીઓ દક્ષિણમાં જઈ શકે તે માટે તેણે પર્વતો અને જંગલોમાંથી રસ્તા કરાવ્યા હતા. તેણે અનેક જિનમંદિરોની સ્થાપના કરી હતી. તે પ્રસિદ્ધ શ્વેતામ્બરાચાર્ય આર્ય સુહસ્તિસૂરિનો ભક્ત શ્રાવક હતો. પૂર્વજન્મમાં અત્યંત રંક હતો અને આ સુહસ્તિસૂરિ દ્વારા જ બોધ પામી પોતાના કરુણાદાનના ઉત્તમ કર્મથી પુન્યોપાર્જન કરી પછીના ભાવમાં રાજકુળમાં જન્મી ફરી આ. સુહસ્તિસૂરિના સંસર્ગમાં આવતાં જિનભક્ત બન્યો હતો.
આ કથા પલ્લવિત થઈ પ્રાકૃત અને સંસ્કૃતની વિવિધ કૃતિઓમાં પ્રાપ્ત થાય છે. સ્વતંત્રરૂપે લધુ પદ્યરચના રૂપે બે - એક સપ્રતિચરિત પ્રકાશિત થયાનો જૈન સાહિત્યના બૃહઈતિહાસ (ભા-૬)માં ઉલ્લેખ છે. તેમાં એક હીરાલાલ હંસરાજ દ્વારા જામનગરથી પ્રગટ થયેલ, જેના પ્રકાશન વર્ષની નોંધ નથી. જયારે બીજું તે આ પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવે છે તે આત્માનંદ જય ગ્રંથમાળા (ડભોઈ)નું અમદાવાદથી સં. ૧૯૭૬માં પ્રકાશિત થયેલ. બન્ને એક જ છે કે જુદા તે જાણી શકાયું નથી.
1. પ્રસ્તુત કૃતિ સંસ્કૃત ભાષામાં ૪૬૧ પઘોમાં રચાયેલ છે. કૃતિના કર્તા અને સમયની કોઈ નોંધ મળતી નથી. મુનિશ્રી ચતુરવિજયજીએ આનું પ્રથમ સંપાદન કરેલ.
કૃતિના અર્ધા ઉપરાન્ત ભાગમાં સંપતિના દાદા ચન્દ્રગુપ્ત અને તેના મહામંત્રી ચાણક્યની કથા આપેલ છે. નંદ વંશનો નાશ કરનાર અને ચન્દ્રગુપ્તને રાજ્ય અપાવી મૌર્યવંશની સ્થાપના કરાવનાર મહામાત્ય ચાણક્ય ભારતીય ઈતિહાસમાં