________________
કેન્સરની બિમારી આવ્યા પછી પંન્યાસપ્રવર શ્રીપમવિજયજી મહારાજ બમણા ઉત્સાહથી આરાધના કરવા લાગ્યા.
મજીઠ જેમ જેમ કુટાય તેમ તેમ તેમાંથી વધુ રંગ નીકળે. સુખડ જેમ જેમ ઘસાય તેમ તેમ તેમાંથી વધુ સુગંધ નીકળે. તેમ સાધક પર જેમ જેમ ઉપસર્ગો-પરિષદો આવે તેમ તેમ સાધનામાં તેનો ઉત્સાહ વધતો જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે - If you beat spice, it will smell sweeter. - સાધક આત્મા દુઃખને ગણકારતો નથી. એટલુ જ નહીં એ તો દુઃખને ય સુખરૂપ માને છે.
ઉપાધ્યાયજી મહારાજે સમાધિશતકમાં જ કહ્યું છે - રન મેં લડતે સુભટ જ્યુ ગિને ન બાન પ્રહાર, પ્રભુરંજન કે હેત હું જ્ઞાની અસુખ પ્રચાર.” સાધક સહન કરવામાં ક્યારેય કાયર ન હોય. સહન કરે તે સાધુ. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું - 'कसिणं अहियासए जे स भिक्खु।'
સહન કરવામાં કાયર બનનાર દુઃખી દુઃખી થઈ જાય છે, કેમકે સંસારમાં ડગલે ને પગલે મુસીબતો આવે છે. સહન કરવાની કળા જેણે આત્મસાત કરી છે તે ખરેખર સુખી છે.
Friedrich Von Schiller at sej ch - Happy he who learns to bear what he cannot change.
માટે જ પ.પદ્મવિજયજી મ. કેન્સરમાં પણ સુખી હતા.
ગુલામને કે કેદીને કાંઈ VI.P Treatment ન મળે જે આવે તેમાં ચલાવી લેવું પડે. તેમ આપણે કર્મના ગુલામ છીએ, તો પછી સંસારમાં આપણને VIP Treatment કેવી