________________
રીતે મળે ? જે આવે તે નભાવી લેવું.' - આ વાત પં. પદ્મવિજયજી મહારાજે પોતાના અંતરમાં બરાબર ઘુટી હતી.
કેન્સર જેવા રોગમાં જ્યારે મોઢાથી અન્ન-પાણી લઈ શકાતા ન હતા માત્ર પેટમાં જોડેલી નળી દ્વારા પ્રવાહીનું પોષણ મળતુ ત્યારે પણ આ સાધક આત્માએ મા ખમણ, ૧૪. ઉપવાસ, ૧૦ ઉપવાસ, અનેક છટ્ટ-અટ્ટમ વગેરે ઉગ્ર તપશ્ચર્યા કરી.
એમની સાધનાનો ખરો પરિચય તો આ મહાકાવ્યના પઠન પછી જ મળશે. આ મહાકાવ્યના અભ્યાસ પછી મુખમાંથી અવશ્ય શબ્દો સરી પડશે - “અધધધધ ! શું આ કાળે આ શક્ય છે ?'
સાધકની સાધના ગુપ્ત હોય છે. તે બાહ્ય જગતમાં પ્રસિદ્ધિને ઝંખતો નથી. પં.પદ્મવિજયજી મહારાજની સાધના પણ ગુપ્ત હતી. વર્તમાન વિશ્વમાં બહુ ઓછા લોકો તેમને ઓળખતા હશે. આવા સાધકો માટે ઋષિભાષિતસૂત્રમાં કહ્યું છે - “મા મi ના હોવી, માગદં નામ વિવિ' મને કોઈ ન જાણે અને હું કોઈને ન જાણું.
પં.પદ્મવિજયજી મહારાજના જીવનમાં ગુરુભક્તિ અને ગુરુબહુમાન પણ અદ્વિતીય હતા. તેમના લખાણોમાં પણ પાને પાને તેમના હૃદયમાં રહેલા ગુરુબહુમાનના દર્શન થાય છે. તેઓ પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના હૃદયમાં વસી ગયેલા.
તેમના ગુણો અને સાધનાને સંપૂર્ણપણે જાણવા, માણવા અને અપનાવવા આ મહાકાવ્યનું વારંવાર પઠન ખૂબ જરુરી છે.