________________
द्वितीयं पद्मम्
જિનવચનથી ભાવિત તે બન્ને મહાત્માઓ
સાધુઓની ભક્તિમાં અને ગ્લાનની ભક્તિમાં તત્પર
તથા બધા રોગોમાં ઉત્સુક હતા. (૧૨)
શિવગંજનગરમાં પદ્મવિજયજીએ
પર્યુષણપર્વમાં પહેલા દિવસથી બહુસમાધિપૂર્વક
માસખમણ શરુ કર્યું. (૧૩)
ત્યારે સંવત્સરીના દિવસે
કોમળ એવા મુનિશ્રી ગુણાનન્દવિજયજીએ ઉપવાસ કર્યો હતો.
તેમની તબીયત બગડી ગઈ. (૧૪)
પદ્રવિજયજી મહારાજ પોતાના તપને ગણકાર્યા વિના તેમની સેવા માટે પહોંચી ગયા. તેમણે તેમને અણાહારી દવા અને પ્રેરણાવચનો વડે આશ્વાસન અને બળ આપ્યું. (૧૫)