________________
द्वितीयं पद्मम्.
- ૩૦
વિનયવાળા બન્ને મહાત્માઓએ
પોતાના ત્રણે રોગો મોક્ષના દરવાજા સમાન
ગુરુમહારાજના ચરણોમાં સોંપ્યા. (૪)
તે બન્ને મહાત્માઓએ સંયમજીવનમાં
માત્ર ગુરુમહારાજની આજ્ઞા જ ન પાળી, પણ ગુરુમહારાજની ઈચ્છા પ્રમાણે
તેઓ જીવ્યા પણ ખરા. (૫)
તે બન્ને મહાત્માઓ વિહારમાં
ગુરુમહારાજની ઉપધિ અને પાણીથી ભરેલા ઘડા ઉપાડીને
ગુરુમહારાજની સાથે ચાલતા. (૬)
ગુરુમહારાજમાં તલ્લીન મનવાળા તે બન્ને મહાત્માઓ હંમેશા ગુરુમહારાજના વાપર્યા પછી
વાપરતા અને બપોરે ગુરુમહારાજની સાથે સ્પંડિલભૂમિએ જતા. ()