________________
प्रथमं पद्मम्
સમતામહોદધિ
મહાકાવ્ય (પંન્યાસપ્રવર શ્રીપર્ણવિજયજી મહારાજનું
જીવનચરિત્ર)
પહેલુ પદ્ધ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનને નમન કરીને, ગુરુમહારાજને વંદન કરીને, સરસ્વતી દેવીનું સ્મરણ કરીને, ગુરુમહારાજના વચનને અનુસાર જગતને પ્રેરણા કરવા માટે પંન્યાસપ્રવર શ્રીપર્ણવિજયજી મહારાજનું અતિશય સાત્વિક જીવનચરિત્ર હું કહીશ (૧, ૨)
અતિશય મંદ બુદ્ધિવાળો પણ હું ગુરુમહારાજની કૃપાથી આ ચરિત્ર કહેવાનો પ્રયત્ન કરું છું. પાંગળો માણસ શું લાકડીના આધારે ઈચ્છિત સ્થાને નથી પહોંચતો ? (અર્થાત પહોંચે જ છે.) (૩)