________________
-३३८
दशमं पद्मम् - ઉદાસ થયેલા બધા લોકોએ
દુકાનો બંધ કરી અને તેમના સુંદર સંયમજીવનની
અનુમોદના કરી. (૫૩)
પૂજ્યશ્રીએ તેમનો દેહ
વોસિરાવીને સંઘને સોંપ્યો. સંઘે પણ તેને સ્નાન કરાવ્યું અને - વિલેપન, વસ્ત્રો વગેરેથી શણગાર્યો.(૫૪)
સુંદર વસ્ત્રો વગેરેથી
શણગારેલી પાલખીમાં સંઘે જય જય નંદા જય જય ભદ્દા' ના
નાદપૂર્વક તેમનો દેહ સ્થાપ્યો. (૫૫)
ત્યારે પુષ્પો અને ધૂપની સુગન્ધ
ચારે બાજુ ફેલાઈ ગઈ. વિવિધ વાજિંત્રના નાદ સાથે
અંતિમ યાત્રા નીકળી. (૫૬)