________________
नवमं पद्मम् અને ગુરુમહારાજ ઉપરના બહુમાનથી
તેઓ અદ્વિતીય પ્રસન્નતા અને બીજા જીવોને દુર્લભ એવી
સમાધિ ધારણ કરતા. (૫૨, ૫૩)
તેઓ પીડાને લીધે ક્યારેય
અવાજ કરતા નહીં અને હંમેશા ચિત્તને
પ્રભુના પવિત્ર ધ્યાનમાં રાખતા. (૫૪)
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી નવમું પદ્મ પૂર્ણ થયું. (૫૫)
આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ સમતામહોદધિ' મહાકાવ્યમાં શીદરમાં ઉપધાનતપ, પાલનપુરમાં ચેત્રી ઓળી, છેલ્લુ ચોમાસુ, તીવ્ર વેદનાઓ સહન કરવી વગેરેના વર્ણનવાળુ આ નવમું પદ્મ પૂર્ણ થયું.