________________
सप्तमं पद्मम्.
–૧૮૮
તેથી તેમની વધેલી પીડા જોઈને
વ્યથિત થયેલા શ્રાવકોએ ભાવનગર સંદેશો મોકલીને
ગુરુમહારાજની આજ્ઞા મંગાવી. (૨૧)
ગુરુમહારાજે પણ આજ્ઞા આપી.
તેથી તેમણે તરત વૈધની દવા છોડીને
ડોક્ટરની દવા લીધી. (૨૨).
યુદ્ધમાં શસ્ત્રોથી હણાયેલા
અને પરાક્રમી એવા યોદ્ધાઓ પણ સેનાપતિની આજ્ઞાને
ક્યારે પણ અવગણતા નથી. (૨૩)
જેમણે ગુરુમહારાજને પોતાનું જીવન
આપી દીધુ છે એવા પદ્મવિજયજી મહારાજે પોતાના જીવનમાં ક્યારેય પણ ગુરુમહારાજની આજ્ઞા અવગણી ન હતી.(૨૪)