________________
तृतीयं पद्मम्
બ્રહ્મચર્યની સાધના
બ્રહ્મચર્ય તો
સાધુપણાના પ્રાણ જેવું છે, કેમકે તેના વિનાનો સાધુ
એ સાધુ જ નથી. (૩૬)
બ્રહ્મચર્ય વિનાનો સાધુ
અને સદાચાર વિનાનો શ્રાવક
મડદા જેવા છે. (૩૦)
પહેલાના મહર્ષિઓએ
નવ વાડ સહિતના બ્રહ્મચર્યને બધા ધર્મો
અને ગુણોનું મૂળ કહ્યું છે. (૩૮)
જે દેશથી કે સર્વથી
બ્રહ્મચર્યનું રક્ષણ નથી કરતો તે માનસિક પ્રસન્નતાને
નથી અનુભવતો. (૩૯)