________________
तृतीयं पद्मम्
તથા તેઓ માયાચારને
પોતાની પ્રગતિ અટકાવનાર
અને બીજાને નુકસાનીના ખાડામાં ફેંકનાર માનતા હતા. (૧૬)
સહનશીલતાની સાધના
સાધનાના ઊંચા શિખરો ઉપર ચઢવા માટે
સાધકે પહેલા
શ્રેષ્ઠ એવી
સહનશીલતા શીખવી. (૧૭)
પોતાના જીવનમાં
પ્રતિકૂળ સંયોગોને પણ સમતાથી સહેવા'
એવો સહનશીલતા શબ્દનો
અર્થ કહ્યો છે. (૧૮)
६६
પ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના જીવનમાં
ઘણી શારીરિક અને માનસિક પ્રતિકૂળતાઓ સમતાથી સહી હતી. (૧૯)