________________
तृतीयं पद्मम्
તેઓ શિષ્યોને પણ
શિખામણ આપતા કે
નિઃસ્પૃહભાવે વ્યાખ્યાન આપવુ બહુ મુશ્કેલ છે. (૧૨)
બોલવાની છટામાં હોશિયાર એવો વક્તા બધા સ્થાનોમાં
લોકો પાસેથી સત્કાર, સન્માન,
સારા વસ્ત્રો વગેરે પામે છે. (૧૩)
આ બધાથી લેપાયેલા મુનિ
બહુ મુશ્કેલીથી આત્મપરિણતિ જાળવી શકે છે.
તેથી મુનિએ વ્યાખ્યાનની પાટથી ખૂબ દૂર રહેવું જોઈએ. (૧૪)
સરળતાની સાધના
६४
લઘુકર્મી એવા તેમનુ હૃદય વાંસના મૂળની જેમ
માયાની આંટી-ઘૂંટીવાળુ ન હતુ,
પણ લાકડીની જેમ સરળ (સીધુ) હતું.(૧૫)